________________
જ
૩૮ ને નિહણિજજ વીચિં "
જ્યાં સુધી માન મેહનીયકમ છે ત્યાં સુધી દરેક વ્યક્તિ દેખાવ કરવાની કે હું શ્રેષ્ઠ છું. મારું જીવન શ્રેષ્ઠ છે. મારા આશય દાતાઓ શ્રેષ્ઠ છે. હું જીવનમાં કેઈ કાર્ય ન કરું તે. પણ તેમાં મારી શ્રેષ્ઠતા છે. માનવ ધર્મ કરે તો તે દ્વારા ધમી કહેવરાવે છે. પણ ધમ ન કરતા હોય તે છતાંય નાસ્તિક કહેવરાવવું તેને પસંદ પડતું નથી. પણ તેવી વ્યક્તિ ચહના. રાખે છે કે તમે નાસ્તિક ના કહે પણ વિચારક કહે.
માનવજે દાન આપે છે તે તેની પાછળ દાનવીર કહે વરાવવાની ઝંખના પ્રાયઃ રહેલી હોય છે. પણ દાન ન આપે. અને તેને કંજુસ કહે છે તેને પસંદ પડતું નથી. તે વ્યક્તિ કહે છે મેગ્યક્ષેત્ર–ગ્યપાત્ર હેય તે દાન કરું છું. મને. કંજુસ ના કહો... વિવેકી કહે. વ્યક્તિ કેઈને કંઈ મદદ કરે છે તો રેપકારી કહેવરાવવા આતુર રહે છે. પણ વ્યકિત જ્યારે જરાપણ કેઈને મદદ–સહાય-સેવા કરતી નથી ત્યારે. પણ સ્વાથી” કહેવરાવવાનું તેને મંજુર નથી, પણ વ્યક્તિ કહે છે તમે મને પરમાથી કહે. સામી વ્યક્તિને હું મદદ. કરું તે તેની પુરુષાર્થ કરવાની શક્તિ ક્ષીણ ન થાય માટે જ મેં આ માર્ગ મારી બદનામી વહેરીને પણ લીધો.
સાધક! સંસારીની આ રીત કદાચ હૈઈ શકે. પણ સાધકની પદ્ધતિ અલગ. સાધકનું જીવન શ્રેષ્ઠ. તેના આચાર શ્રેષ્ઠ પણ વિચાર તે સર્વશ્રેષ્ઠ વિશ્વમાં કોઈપણ વ્યક્તિ દેખાવ માટે કઈ પણ કરે પણ સાધુમાં કયારેય પ્રદર્શન વૃતિ–જાહેરાતની. ભાવના ન આવવી જોઈએ. જાહેરાતની ભાવના પ્રદર્શનની.