________________
૨૦૦ ]
યેગી : પ્રસન્નતાના રસથી પરિપૂર્ણ પાત્ર
ફર્ક છે. પુરુષાર્થમાં એકલું શરીર મહેનત કરે છે. જ્યાં શરીર એકલું મહેનત કરે ત્યાં થાકે પણ જેના તનની સાથે મન અને વચન જોડાય ત્યાં શરીર થાકે નહિ. જેમ જેમ શરીર પ્રવૃત્તિ કરતાં કરતાં અધિક પ્રવૃત્તિ માટે ઉત્સાહી બને તેનું નામ પરાક્રમ.
તારે મોક્ષમાગને માત્ર પુરુષાથ નહિ,
પરાક્રમી બનવાનું છે.?
અજેય સાહસવીર બનવાનું છે. અપ્રમત્ત થઈ ભવ્ય પરાક્રમી વીર બનવાનું છે. મોક્ષમાર્ગ ભલે કઠીન હેય. પણ તારા પરાક્રમથી મોક્ષમાર્ગના એક એક પાન તારે અવશ્ય ચઢવાનાં છે. એક દિવસ હરણ ફાળ ભરે અને બીજે દિવસે સૂઈ જા, તે ન ચાલે. મોક્ષમાર્ગની આરાધનામાં ક્ષણની પણ શિથિલતા, ક્ષણની પણ પરાક્રમ શૂન્યતા એટલે મેક્ષની મહત્તા, સમજવામાં થયેલી ભયંકર ભૂલ. તારે મેક્ષ કેઈના માટે મેળવવાને નથી. તારે મેક્ષ ઈનાય લાભ માટે મેળવવાને નથી. પણ ખુદની આત્મિક સ્વતંત્રતા સિદ્ધ કરવા મેક્ષ મેળવવાનો છે. મેક્ષ મેળવવાથી તને શાશ્વત્ આનંદની પ્રાપ્તિ થવાની છે. સુધાતુર ભેજન મલ્યાં બાદ ભેજન આરોગવામાં વિલંબ કરે ?
તૃષાતુર જલ મલ્યાં બાદ જલ-પાન કરવામાં વિલંબ કરે? જે વિલંબ કરે તે સમજાય કે ક્ષુધાતુર ન હ તુષાતુર ન હતે...તેમ મુમુક્ષુ મેક્ષના આલંબન મલ્યાં બાદ તેને
સ્વીકારવામાં વિલંબ કરે ? મોક્ષના આલંબન સ્વીકારવામાં વિલંબ થાય તે કહેવું પડે મોક્ષની ઈચ્છા મળી છે દીક્ષા અને શિક્ષા મલ્યા બાદ પણ જે શિષ્ય હંમેશા અપ્રમત્ત બની. આરાધનામાં ભવ્ય પરાક્રમ કરતા નથી તેને સિદ્ધ થવાને અભિલાષ અને મુનિ બનવાની ઝંખના મળી કહેવાય...*