________________
as “અમને સયા પરિમિજાસિ”
જ્યાં મન છે ત્યાં કંઈકને કઈક પ્રવૃત્તિ છે. પણ ઉત્થાનની કે પતનની? તે પ્રશ્ન છે. માનવ કંઈક કરવાને ટેવાયેલ છે. પણ સારું કરવું તે નિશ્ચય કરી શકતું નથી. કીડીની ગતિ પણું અવિરત ચાલુ છે. પણ પ્રાપ્તિ શું?
જે ગતિ પ્રગતિને પ્રાપ્ત કરાવે તે સાચા અર્થમાં ગતિ છે બાકી ભ્રમણ જ નહિ પણ પરિભ્રમણ છે.
વત્સ ! શ્રી આચારાંગ સૂત્ર તને ગતિ–પ્રગતિ, યત્નપ્રયત્નની આજે વાત નથી કરતું. આચારાંગ સૂત્ર તને આજે પરાક્રમના–વિક્રમના સાહસના પાઠ ભણાવે છે. તેને પરાક્રમ કરવા પ્રેરણ કરે છે. પણ, શામાં પુરુષાર્થ કરે? શા માટે પુરુષાર્થ કરે? કેટલાં વખત પુરુષાર્થ કરે? એ બધી તારી પ્રશ્નોત્તરી રહેશે. તે બધાનાં જવાબ આ રહ્યા
અપમ સયા પરિક્કમિજજાસિ? મેક્ષમાર્ગમાં હમેશા અપ્રમત થઈને પરાક્રમ કર... તારી પરાક્રમની ગાથા જુગજુની છે. ભીમના પરાક્રમ કરતાં પણ તારી પરાક્રમ કથા આશ્ચર્યકારક અને વિસ્મય પેદા કરે તેવી છે. પરાક્રમ-સાહસ તે તારા લોહીમાં વણાઈ ગયા છે. શાસ્ત્ર દ્વારા તારે દિશા બદલવાની છે. તારા પુરુષાર્થને એક નિયતલક્ષી બનાવવાનો છે. એક દિવસ ઝઝૂમીને બેસી જવાતું નથી. પ્રતિદિન-પ્રતિક્ષણ–પ્રતિપળ તારે ઝઝૂમવાનું છે, પણ અપ્રમત્ત બનીને, સદા જાગૃત બનીને, સદા ઉપયુક્ત બનીને મહાત્મા ! આપની મારા વિષે શું માન્યતા છે? આપ, એવું માને છે કે શું હું પારકું ખાઈને સૂઈ જાઉં છું? મેક્ષમાર્ગની કેાઈ આરાધના કરતે નથી? મને સંયમ યાત્રા અગે કશી