________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનકા
[ ૧
S.
શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે-“અસ્થિ સત્યં પરેણું, પર.” એકથી એક ભયંકર શસ્ત્ર છે.
શિષ્ય ! શું તે ક્રોધની કદથના જોઈ નથી ? તારા એકવારના ગુસ્સાને યાદ કર. હૈયા ઉપર હાથ રાખી તેના પરિણામને કહે. પછી એકવાર તારા સંયમના શાંતિના પ્રસંગનું વર્ણન કર... ગુસ્સામાં તારે વિજય થયો કે શાંતિમાં તારે વિજય થયે? જે વિજય પરાજયને નિમંત્રણ આપે તેવા. તુરછ વિજયમાં મારે શિષ્ય આનંદ માને ? મારા શિષ્યની અપયશ ગાથા મને શરમાવી દે. તારા ગુરુ ઉન્નત મસ્તકે ફરે તે માટે પણ મારા શિષ્ય! તું શસ્ત્રોની પરંપરાને સમજ.
શસ્ત્રી કરણમાં ભયવૃત્તિ કે નિર્ભય વૃત્તિ ?” શસ્ત્ર રાખે કેણ? જેને શત્રુ હોય તે....શસ્ત્ર વાપરે કેણ? જેને લડવું હોય તે.
તું કહીશ હું કંઈ લડવા માટે શસ્ત્રને ઉપયોગ કરતો નથી. હું તો વિજયી બનવા માટે શસ્ત્રનો ઉપયોગ કરું છું.....
ભાઈ! મારે તને સમજાવવું છે. કેઈને હરાવી જીતવું સહેલું છે. પણ કેઈને છત આપી જીત મેળવવી ખૂબ મુશ્કેલ છે. આ જે દિવ્યકળા છે–“સૌને જીત આપી જીત મેળવ,” તે તને આચારાંગ સૂત્ર દર્શાવે છે....
એકવાર કેઈનય સંભળાવ, સામે સજજન હશે તે કઈ વાંધો નહિ. પણ કઈ માથા ભારે મળી ગયે તે વિચારી લે ... કેવા હાલ ! બેની ચાર ગાળ નહિ, પછી તે સરવાળો નહિ, ગુણાકાર નહિ, પણ સીધો વગ ઉપર જ પહોંચી જશે. તું થાકીશ પણ પેલો દુજન નહિ થાકે. તારું માથું દુઃખશે.. તાવ આવશે.... વેદનાથી વ્યાકૂળ બની આન્ધ્યાન, રૌદ્ર ધ્યાન કરી નરકને અતિથિ બની જઈશ. કેપ શસ્ત્ર સર્વનાશ. કરશે. વેરથી વેર વધશે. છરી-ચપ્પ-તલવાર આદિની ધાર.