________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનકા
[ ૧૫૯
એટલે ઝંખના–લાલસાએ બહાવરો–વ્યાકુળ બનાવી દીધો. આ વ્યાકુળતા–કર્મબંધ કરાવે છે. તેથી જ હિતસ્વી ગુરુદેવે આપણને ફરમાવે છે. “અરએ પયાસુ આસકિતનું જે મૂળ કારણ છે તેને છોડે.
વૃક્ષના પાંદડા અને ડાળી જેટલાં તેડીશ તેટલાં નૂતન પ્રગટશે. વૃક્ષનું મૂળ લીલુંછમ છે. વૃક્ષના નાશ માટે વૃક્ષના મૂળને નાશ જરૂરી છે. શેક–દુઃખ–પીડા-વ્યથા દૂર કરવા શેકનું મૂળ, દુઃખનું મૂળ, આસક્તિનું મૂળ તેનો ઉચ્છેદ કરવું જોઈએ. સ્ત્રીના પ્રેમમાંથી પુનઃ સંસારવૃક્ષ નવપલ્લવિત -બને છે. એક ક્ષણ માટે તે લાગે હું નંદનવનનો માલિક બની ગયે. નંદનવનની શીતળ છાયામાં વિહરણ કરું છું. પણ ક્ષણમાં રૌદ્રરૂપે પ્રગટ થાય ત્યારે ખબર પડે કે મારો પ્રેમ શીતળતા અપે તે છે કે ભયાનક જવાળાની જેમ જલાવે તેવું છે. આ તે પ્રેમ કે પાશ?
કયાંય સ્વતંત્રતા નહિ, શાંતિ નહિ, પ્રેમને પાશ સુંવાળું બંધન છે. ગળામાં આવે તે પણ માણસ તેની મુલાયમતા જોઈ આનંદ અનુભવે પણ જ્યાં ગાંઠ વળી ગઈ. હજારો-લાખો પ્રયત્ન કરે પણ શું રેશમની ગાંઠ છૂટે ? માનવ દ્વેષને ત્યાગ કરી શકે પણ રાગને ત્યાગ કરવામાં હાંફી જાય છે... માનવને શ્વાસ ભરાઈ જાય છે. ગુંગળામણ થાય છે. પણ -આ આકરી કસેટી છે.
શું સ્ત્રી જ બંધન? શું પુરુષને જ સ્ત્રી ત્યાગ કરવાને? સ્ત્રીને કેઈને ય ત્યાગ કરવાનો નહિ?
શિષ્ય! જડ અને ચૈતન્યની ચર્ચા કરવી ખૂબ સહેલી છે. પણ જડ–દૈતન્યનું તત્વજ્ઞાન પચાવવું ખૂબ કઠીન છે. શાસ્ત્ર તે કહે – વિજાતીયના પરિચયને ત્યાગ કર. સ્ત્રીને માટે પુરુષ વિજાતીય. પુરુષને માટે સ્ત્રી વિજાતીય. વિરુદ્ધ