________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
૧૫૭
નિઃસ્પૃહસ્ય તૃણું જગત
લેભને જીતવા નિઃસ્પૃહી બન સ્પૃહા નહિ તે ઝંખના નહિ. ઝખના નહિ તે દુઃખ નહિ. દેહના આરોગ્યની પણ ઈચ્છા દૂર કરો અને છેવટે તે તારે મોક્ષની ઈચ્છા પણ છોડવાની છે. ઈછા માત્રનો ત્યાગ... ઈચ્છા હટી એટલે મેહનીયમ હટયું. અને આત્મા સ્વતંત્ર બન્યા.
બસ, ઇચ્છાની પરતંત્રતા છેડ.. ગુરુદેવ! બસ, આપના ચરણનો સ્પર્શ કરી કહું છું. બધી ઈચ્છાના ત્યાગની ઈચ્છા કરું છું.
શું કરું ગુરુદેવ! ઈચ્છા તો મારી પાછળ પડી છે. આપે ઈચ્છા ત્યાગ કરવાનું કહ્યું. તેથી જ મેં ઈચછાના ત્યાગની ઈચ્છા કરી. મારે હાર્દિક ભાવ આપની હિતશિક્ષા. સ્વીકારવાનો છે, બસ.
“આપની આજ્ઞાને આધીન બનું .”