________________
- શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
રુ
૧૩૫
ભાઈ વશે.
આ વિશ્વમાં ભાઈ–ભાઈ વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, માતા-પુત્ર વ, જાતિ અને દેશ માટે જે ઝઘડા થયા છે તે શું પદાર્થ માટે થાય છે?
નાના આસક્તિ જ મહાયુદ્ધને આમંત્રણ આપે છે. રાવણે યુદ્ધ કર્યું. ભયંકર સંગ્રામ સર્યો, શું સ્ત્રી માટે? ના... સ્ત્રીઓ તે એના અંતઃપુરમાં એક નહિ એક લાખથી પણ અધિક હતી. પણ સીતા જેવી નહિ. રાવણના જીવનમાં સીતાની જરૂરિયાત હતી કે આસક્તિ હતી?
“જરૂરિયાત પ્રયત્ન કરાવે, વિવેક રખાવે, માંગણી કરાવે, વિનંતિ કરાવે.”
આસક્તિ ખૂંચવી લેવરાવે, બળાત્કાર કરાવે, લડાઈઝઘડા કરાવે.”
વિશ્વના ઈતિહાસના એક નહિ અનેક પૃષ્ઠો ફેરવી લે ક્યાંય જરૂરિયાત માટે ઝઘડા થયા તેવું વાંચવામાં નહિ આવે આવ્યક્તિ માટે લડાઈ થઈ તે જ આવશે. ચાહે રામાયણ કે મહાભારત હોય કે વિશ્વ યુદ્ધ હોય કે ગૃહ કલેશ હોય. ત્યાં કયાંય પણ જરૂરિયાત માટે ઝઘડા' નથી, આસક્તિ માટે જ ઝઘડા છે. * પ્રભુએ તને શબ્દ-રૂપની ઉપેક્ષા કરવાનું ફરમાવ્યું પણ ને દ્વારા તને શાંતિદૂત બનાવ્યા. શાંતિદૂત ખુદના જીવનમાં શાંતિ અનુભવે. સૌને શાંતિ કરાવે. •
પરમાત્માને સાધુ-મુનિ આસક્તિ રહત–અનાસક્ત મહાત્મા. અનાસક્ત મહાત્મામાં રાગદ્વેષના નહાય. અનાસક્ત મહાત્મા તે અદ્વિતીય શાંતિના પ્રતિનિધિ હોય અને જ્યાં જાય ત્યાં પણ શાંતિના સામ્રાજ્યની સ્થાપના કરે.”
બેલ સાધકે! હવે સમજાય છે ને પરમાત્માના વચનનું રહસ્ય ગુરુદેવ!સાચું કહું? પરમાત્મા ગમે છે. પરમાત્માના