________________
રપ ઉમાણે સદસુ ઉજજૂ
પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક અવસ્થા એ પ્રત્યેક પદાથની વ્યાખ્યા જુદી હોય છે. નાના બાળકને માતાની વ્યાખ્યા એટલી જ “મારી જરૂરિયાત પૂરી પાડે તે માતા”
એટલે જ બાળકને બાલ્યાવસ્થામાં માતા અને ધાવમાતાને ભેદ સમજાતું નથી. તેથી રાજકુમાર જે તેજસ્વી બાળક પણ માતાને છેડી ધાવમાતાને વળગી પડે છે. સત્ય હકીકત સમજાય તે વ્યક્તિ સત્યને સ્વીકાર કરે છે અને અસત્યને પરિહાર કરે. અસત્યના પરિવાર માટે સત્યનું જ્ઞાન જરૂરી છે. સાધક ! આ આચારાંગ સૂત્ર તને એક અદ્ભુત જ્ઞાન આપે છે–ઉવેહમાણે સવેસુ ઉજજૂ”
શબ્દ-રૂપ-રસ–ગધ અને સ્પર્શની ઉપેક્ષા કરે તે તે સાધુ-યતિ–ત્રાજુ ” તારા મનને પ્રશ્નો સમજુ છું–હવે તું શું પ્રશ્ન કરવાને ? જીવન વ્યતીત કરવાનું અને જીવન જરૂરિયાતના પદાર્થની ઉપેક્ષા કરવાની.” આ શું કહ્યું ? જીવવાનું કે મરવાનું ? આનો અર્થ તે એ જ થાય. સાધુ થવાનું એટલે મરી જવાનું. તારી આ માનસિક પરિસ્થિતિ હું સમજુ છું. તેથી જ મારે તને એક પાઠ વારંવાર ભણવા પડે છે. તું કયાં સુધી ઉતાવળ કરીશ? તું કયાં સુધી શબ્દો તરફ ખેંચાયા કરીશ?
બાળક શબ્દને પકડે, વિચારક રહસ્યને પકડે.
મૂર્ખ કાચના ટુકડાને સંગ્રહ કરે, બુદ્ધિમાન રત્નનો સંગ્રહ કરે, પુંઠાને વેપારી એકસ જોઈને પણ ખુશ થઈ જાય. ઝવેરી માલ જૂએ, પરીક્ષા કરે અને હીરા સાચા લાગે તે જ ખુશ થાય. ઝવેરીને હીરા પરખવાના છે તેમ તારે ય શું પરીક્ષણ કરવાના છે? તે તને ખબર છે?