________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનકા
[ ૧૩૧
કે નહિ પણ આ મેહ નિંદમાં તે વિક્રમ નેંધા છે, હવે તને નિંદ ઉડાડ એમ કહેતા નથી પણ “જાગૃત થા”
જાગ્રત કાર્ય પ્રતિ ગતિ કરાવે છે. કાર્ય વગર તું મુંઝાઈ પાછો ઊંધી ન જાય એટલે કહું છું “ભલા જાગ અને ભાગ.” *
તારી જાતે જ તે એક ભૂલ–ભુલામણું ઊભી કરી છે એ છે- વેરની પરંપરા.”
તને લાગે છે મારી સત્તા કેવી જોરદાર મારે રૂઆબ કે ભારી. મારા બે શબ્દની કેટલી તાકાત, સૌને સમજાવી દીધા. પણ, તને ખબર નથી કોઈએ ડર્યું કે નહિ, પણ તારે આત્મ સ્વભાવ ડરી ગયે. પેલી બિચારી સમતા તે તારા આત્મઘરમાંથી વિદાય થઈ ગઈ. સમતાની સહચરી શાંતિ અને સમાધિ કહે–“અમે પણ ચાલ્યા.” સમતાશાંતિ અને સમાધિ દ્વારા જ્યાં સંસારના આધિ-વ્યાધિઉપાધિના ત્રણ તાપ શમી જતા હતા ત્યાં હવે કૈધ-અધીર્ય અને અસમાધિ ભાવના અડ્ડા જામી ગયા. કરુણપૂર્ણ તારી - આંખે વિદાય થઈ ગઈ. પ્રસન્નતાથી સભર તારે ફુલ ગુલાબી ચહેરે વિદાય થઈ ગયે.
સાધુના સ્વાંગમાં પણ તારી મુખાકૃતિ કે કડક અમલદાર જેવી થઈ ગઈ. સોહામણે તું હવે બિહામણું થઈ ગયે. કદાચ તારી મુખાકૃતિ તું ન જૂએ તે પણ છળી ઊઠે–“અરે ! આ મારૂં મુખ ! ! !
હા, ભાઈ ! વેરની વિષમતા એ જ છે. આ જન્મમાં શાંતિ હણે છે બીજા જન્મમાં સુગતિને હણે છે. વૈર ભાવ તીવ્ર બને છે ત્યારે નિષ્કારણ બીજાને અપકાર કરવાનું, બીજાને દુઃખી કરવાનું અને હેરાન કરેવાનું દિલ થાય છે.