________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૧૨૭
પાપને એકરાર કર. પ્રતિદિન સૌને ક્ષમાના દાન કરવાના સમને?
પ્રતિદિન સંવત્સરીની આરાધના કરનાર સદા જાગૃત રહે. પ્રતિદિન સંવત્સરીની આરાધના નહિ કરનાર સદા સૂતેલ રહે. મુનિ! નિંદ તને ના હોય. મુનિ ! તું તે સદા આત્મ સ્વભાવમાં સ્થિર એટલે સદા જાગૃત.
ભાવ જાગૃતિ બંધ આંખે પણ આવે. લગ્નના મંડપમાં પણ આવે અને સ્મશાનમાં પણ આવે અને ખધક મુનિના શિષ્યની જેમ ઘાણીએ પીલાતાં ય આવે.
પાપી પાલક એક નહિ, બે નહિ, ત્રણ નહિ. સે નહિ, બસે નહિ, પાંચ પાંચસો મુનિને પીલીને પણ થાક નહિ. આઠ વર્ષના સુકેમળ બાલમુનિને પણ ઘાણીમાં પીલ્યા.
મુનિને ન આવે રેષન આવે દીનતા, ન કરે રુદન. મુનિ ન કરે તિરસ્કાર, ન આપે ઉપાલંભ–ન આપે ઠપકેન આપે શ્રાપ.
મુનિને દેહ બાળકને હતો પણ મને મહાત્માનું હતું. આત્મા તે આસન્મસિદ્ધ હતા. એટલે મુનિ સદા જાગૃત રહ્યા. મુનિએ શુકલધ્યાનના જાગરણ પ્રારંભ કર્યો. મુનિને આર્ત-રૌદ્રધ્યાનના રણ ના ચઢયા.
ભાવનિદ્રાની પરિસ્થિતિમાં પણ મુનિએ ભાવ જાગૃતિ સિદ્ધ કરી અને આચારાંગ સૂત્રની પંક્તિઓને જીવનમાં સજીવન કરી.
“સુત્તા અમુણી સયા સુષેિ જાગતી
ગુરુદેવ! ગુરુદેવ! કેઈતમિથ્યાત્વની રાત્રિમાં પ્રમાદની, વિષય-કષાયની નિંદ લે છે ત્યારે હું તે સંયમજીવન સમા પ્રાતઃકાળે પ્રમાદની-કષાયની નિંદ લઉં છું. જાગવાના સમયે