________________
૨૩ સુત્તા અમુણું સયા મુણિણે
જાગતિ
આરોગ્ય શાસ્ત્રી કહે છે – “નિદ્રા આરામ આપે, સ્કૃતિ આપે.” શરીર નિદ્રા બાદ સ્કૂતિ અનુભવે પણ જે મને શાંત હોય છે. મનમાં અનેક વિચાર-તાણું–આવેશના આવે છેતે નિદ્રા પણ રીસામણા લે. સુખનિદ્રા પણ આજના યુગમાં દુર્લભ બની છે.
કષાય અને વિષયના આવેગે માનવ જીવનની શાંતિ હણું લીધી છે. નથી તેને જાગતાં ય સુખ, નથી તેને નિંદમાંય સુખ.
મુનિ ! આચારાંગ સૂત્ર તને એક નવે પાઠ ભણાવે છે.
સદા જાગરૂક કેણ? મુનિ-સંયમી સદા નિદ્રાધીન કે? અમુનિ સંસારી સમજી લે નિદ્રાની વિચિત્રતા અને વિવિધતા. નિદ્રા બે પ્રકારની છે. દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રા જાગૃતિ પણ બે પ્રકારની છે. દ્રવ્ય જાગરણ અને ભાવ જાગરણ. મુનિ તું સર્વજ્ઞના કુળનો વારસદાર ! તને ભાવ નિદ્રા ન હેય, તને દ્રવ્ય નિદ્રા ન હોય. તારા જાગરણ ભાવ જાગરણ હેય, તારું લક્ષ્ય દ્રવ્ય જાગરણ ન હોય.
આંખ મીંચાયેલી હોય તે દ્રવ્ય નિદ્રા. આ નિદ્રા કર્મબધ કરાવે પણ ખરી અને ન પણ કરાવે. દ્રવ્ય નિદ્રા મહાત્માને આરાધના–સાધનામાં સહાયક બને છે. પાપાત્માને દ્રવ્ય જાગરણ પણ વિરાધનાનું કારણ બને છે તેથી જ સમજી લે દ્રવ્ય અને ભાવ નિદ્રાના ભેદ. તારે નિંદ- લેવાની નથી. તારે સદાનું જાગરણ કરવાનું છે. શબ્દ સાંભળીને અનુસરવાનો પ્રયત્ન ના કરતે, ભાવ સમજીને “શુભે યથાશકર્યા વતનીય ”.