________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૧૩
ધન્યામા અથવા આગમ દ્વારા જેણે કમ ક્ષયના નાશના ઉપાયને જાણ્યા છે તે ખુદના કર્મના ક્ષય કરવા માટે વીર
પણ, બીજાના કમને નાશ કેવી રીતે?
સમજવાની મજા તો ત્યાં જ છે. પ્રત્યેક વિકસ્વર પદાર્થ સૂર્યના કિરણ દ્વારા વિકસિત બને છે, અને સૂર્યને જીવન જગદાધાર કહે છે. વિકસિત થવાની શક્તિ જેને પ્રેરી તે જ વિકાસક. તેમ વીર થવાની શક્તિ–જેને વિકસિત કરવાની પ્રેરણું આપી તે વીર. વીર એટલે ધર્મોપદેશક,
ધર્મોપદેશક તીર્થકર ભગવત પણ હોઈ શકે ગણધર ભગવત પણ હોઈ શકે અને આચાર્ય ભગવંત આદિમાંથી પણ કઈ હોઈ શકે.
ઉપદેશ વડે પ્રેરણા વડે સમજાવવા વડે–પ્રાણીઓને નેહની કર્મની બેડીમાંથી મુક્ત કરાવે તે વીર.
સમજવું જેટલા અંશમાં સહેલું છે તેટલા અંશમાં સમજાવવું ખૂબ જ કઠીન છે. સ્વનું ઘડતર આસાન હોય પણ પરનું ઘડતર કરવું ખૂબ દુષ્કર છે.
ખુદમાં કેઠા સુઝ પ્રગટયા વિના બીજાના કઠે ઉતારવાની સમજ શક્તિ પેદા ન થાય વક્તા અને શ્રોતા વચ્ચે અસાધારણું ફર્ક હોય છે, એક જ્ઞાનના હિમાલયને શિખરે રહેલ છે તે એક જ્ઞાનરૂપ હિમાલયની તળેટીએ રહેલ છે. શિખરે રહેલાએ તળેટીવાળાને સાદ પાડે. સીદ જ પાડે નહિ. શિખર ઉપર બેસીને તેને શિખર ઉપર લાવ, તે ખૂબ કઠીન સાધના માર્ગ છે.
વક્તાની ઉપકારની ભાવના ન હોય, કરુણું ન હોય તે શ્રોતાના હદયને વક્તાને ઉપદેશ અસર ના કરે. જેનું જ્ઞાનનું સમાન ધારણ હોય તે ચર્ચા-વિચારણા કરે તે જલ્દીથી સત્વના નિષ્કર્ષ ઉપર આવી શકે. પણ અસમાન જ્ઞાનના