________________
શ્રી આચારગ સૂત્ર ચિંતિનિકા
| ૧૦૧
' ગુસ્સામાં–રીસામણ, મનામણામાં અબેલા લઈ લે તે મુનિ! ગુસ્સામાં તે માણસ વીશ, ત્રીશ, ચાલીશ, પચાસ વર્ષ અને કયારેક જીદગી વીતાવી દે છે. શું તેને મુનિ કહેવાય? નાભાઈ નામુનિ નહિ પણ કેટલાક વચનાગને નહિ પ્રાપ્ત કરેલ, કેટલાક વચન યુગનું મૂલ્ય નહિ સમજેલ. કેટલાક અભિમાનથી પ્રેરિત થઈને જીભને દબાવનાર !!
સુનિ એ તે કઈ અદ્ભુત વ્યક્તિ અને દિવ્ય શક્તિનો સ્વામી છે. તેમાંય પરમાત્માના શાસનમાં મુનિની વ્યાખ્યા તે અત્યંત સુંદર હોય. સાધક ! યાદ રાખી લે. “મૌન રાખે છતાં મુનિ નહિ અને બેલે છતાં મુનિ.” આ સાંભળીશ એટલે તું બેલી ઊઠીશ, કેવી વિચિત્ર વાત. “મૌનધારી તે મુનિ નહિ અને વાત કરનાર મુનિ
તારા પ્રશ્નોની પરંપરા તારા હૈયામાં થતાં ભયંકર તોફાન કઈક તે જાણું જાઉં છું. સમજી લઉં છું. એટલે જ તને સમજાવું છું કહું છું. આચારાંગ સૂત્ર ફરમાવે છે. મુણિ મેણું સમાયાય ધુણે કમ્મુ સરીરગં.” | મુનિ મૌન સ્વીકારી કર્મને નાશ કરે છે. મહાત્માના મૌનની શક્તિ સમજ. મૌનને તું મહત્વ સમજતા નથી એટલે અકળાય છે. શાસ્ત્ર કહે છે-“કર્મ નાશની શક્તિ પેદા કરે તે મૌન.
-કર્મ બંધ કરાવે તે માન નહિ.
–વાણીનો ઉપયોગ ન કરે તે મૌન નહિ પણ વાણીને સંયમ રાખવે તે મૌન.
–વાણીને સદુપયોગ કરે તે મૌન. ભાષા સમિતિ પૂર્વક વચન ચાગને વ્યવહાર કરે તે
સૌન.