________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
| ૯૯
મહાત્મા સનત્ કુમારના શરીરમાં ભયંકર રોગ થયેલ. સાધના કરતાં રેગ દૂર થાય તેવી અદ્ભુત લબ્ધિ પેદા થઈ પિતાનું થૂક લગાડે તે પણ શરીરનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે. પણું સુનિ કહે “સૌદર્ય એ શરીરનો વૈભવ... કર્મનો વૈભવ.
તે કર્મને તિરસ્કાર કરનાર, શરીરના સૌદર્ય માટે લબ્ધિને ઉપયોગ કરું? બને નહિ
રેગને નિમંત્રણ અપાય, રેગની દોસ્તી થાય. રેગ સાથે રહેવાય. પણ રાગ સાથે ના રહેવાય.
આ જીવનના આનંદ વૈભવને તિરસ્કાર એટલે રાગની
ઉપેક્ષા.
ગુરુદેવ!
આપની હિતશિક્ષા સુંદર, સમજુ છું જ્ઞાની મંગળ કરે, પણ અનાદિથી અજ્ઞાન અને અજ્ઞાનીની દસ્તી થઈ ગઈ છે. મને આશિષ આપે, સદા જ્ઞાનીને સંગ કરવા મળે, જ્ઞાનીને સંગ જરૂર એક દિવસ મને અસંગ બનાવશે. બાકી સાચું કહું, જીવન યાત્રામાં ગભરાઈ જાઉં છું. શું કરવું? શું ના કરવું? કેની સાથે મિત્રતા કરવી?કેની સાથે દુશ્મનાવટ કરવી? ખૂબ માથાકૂટ છે, એટલે જ ફરી ફરી કહું છું.
મારી જીવનયાત્રા સદ્દગુરુની નિશ્રામાં પૂર્ણ થાય તેવા શુભાશિષ આપે.
સદ્દગુરુના ચિંધ્યા માર્ગે સિદ્ધિને સાધક બનું એજ
ચાહના.