________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
અલૌકિક જ્ઞાનીની દૃષ્ટિ પણ અલૌકિક. તેમના ઉપદેશે પણ અલૌકિક. [, પ્રભુ ફરમાવે છે “વીરા સન્મત્ત દસિ.”
રાગ-દ્વેષથી દૂર હોય તે વીર. સમ્યગૂ દષ્ટિ હોય તે વીર... તવ દૃષ્ટિ હોય તે વીર...
પરમાર્થ દષ્ટિ હોય તે વીર . હું વીર, મારી માતા વીર, મારા પિતા વીર, મારે પુત્ર વીર–પોતાની સાત પેઢીને વીર કહેવડાવનાર આપણે પ્રભુના પ્રશ્નના જવાબ આપવાના છે ભલા ! તું વીર ઘણું સારું તારી વીરતાને લાખ કરોડો નહિ અનત અભિનદને... પણ, જરા જવાબ આપ.
તારી ઉપર કેઈ ગુસ્સે કરે તે તારા મનમાં શું થાય છે? તારો કે તિરસ્કાર કરે તે તારા મનમાં શું થાય છે? | તારૂ કેઈ અપમાન કરે તે તારા મનમાં શું થાય છે? એમાં શુ પૂછવાનું ? મને ગુસ્સો આવે જ ને. ' હું કઈમન વગરનો છું? વિચાર વગરને છું? કંઈ પાગલ એ છે શું ? મેં કંઈ ભૂલ કરી છે ? તે એમ ગુહે. ગારની જેમ સાંભળ્યા કરું ? સાચેસાચ એવું સમજાવી ઉં કે ભાઈ સાબ, આપણું નામ લેવાનું જ ભૂલી જાય. સ્વાભિમાનને સવાલ હોય ત્યા શરમ શાની રાખવાની. તે વખતે જ બરાબરનો પાઠ ભણાવી દેવાને. તે મુરબ્બીવરની મારે કંઈ જરૂર નથી. ભલા, સાધક !! આ સ્વભાવ એક સંસારીને • આ રીત એક સદગૃહસ્થની. આ સ્વભાવ–આ પદ્ધતિ સજજનની પણ નહિ, સદ્ગૃહસ્થની પણ નહિ. તે સાધુની કેવી રીતે ? પ્રભુ સાધકને સાધુનેસ્થતિને-મુનિને વીર કહે