________________
શ્રીમાન વિરવિજયજી—ચંદ્રશેખર. લધુ વય તાપસ વ્રત ધરે, વૈરાગે વનવાસ તવ સનમુખ સા નવિ જુવે, ન દિએ ઉત્તર જામ; રાજકીર તવ કુંઅરને, ઉત્તર દેવે તામ. . સુણિ ઉત્તમ અમ સ્વામિની, તુમથી બહુ લજવાય; " વળિ સંગતિ પશુ પક્ષિની, તિણે નરથી શંકાય, પણ અચરિજ સુણવા ભણું, પૂછયા પ્રાર્થના રંગ, ,, , તસ ઉત્તર જે નવિ મળે, તે હેય પ્રાર્થને ભંગ. " તિણે તુમને માંડી કહું, મૂળ થકી અધિકાર; ગુણિના ગુણ સુણુવા ભણું, સજજનને બહુ પ્યાર.
(સાબરમતિએ આવ્યાં છે જળ પૂર જે, ચારેને કોડે માતા રમિ બન્યાં—એ દેશી.)
નદી નર્મદા દક્ષણ ત્રટે વિભાગે રે, દેવાટવી નામે મહા અટવી વચ્ચે એક વડનો તરૂ શાખ પ્રશાખ વિશાળ જે, તે વડમાં બહુલા શુક માળા રે; તેહમાં એક મોટો શકરાજ મચે. જ્ઞાનીના મેળા મળવા દહીલા, મૂરખના મેળા પગ પગ સાહીલા. એ આંકણી. તે શુક સુડીને સુત જ રૂડે રે, સુડે રે યોવન વય મહટ ભયે; ઉષ્ણુ રૂતુને કાળે જળ અન પામે છે, તાળુ કંઠ સેસે તિમ તર થયે; તરૂતળ શિત છાયા દેખિ તિહાં ગયે.
જ્ઞાની. ૨. આહેડી શુક ઝાલીને લઈ ચાલ્યાં રે, પલિપતિને જઇ તેણે ભેટ જ કર્યો, રૂપે રૂડ સુડે નીલ નિહાળી રે, રાજકિર નામ કરિ પંજર ધ; તેણે ભરૂચ ભેગુ નૃપને ઘર મોકલ્યા. - જ્ઞાની. ૩.