________________
(૧૮) તેહને વંદન જઈએ આ વારે હાથમાં મોટી માળા તે ધારે.
ગળામાં રૂદ્રની માળ. ૫૪ , પાર્શ્વ કુમાર તબ મનમાં ચિંતે, જોવાને તપાસી એહ ખડો જ્ઞાની છે કેવો તે યોગી, દેખવા ચાલ્યા સ્નેહ દેખવા ચાલ્યા નેહ તે આવ્યા એહનાં નેણઈ અચરિજ પામ્યા કરે તપસ્યાઓ અજ્ઞાન રીતે, પાર્શ્વ કુમાર તબ મનમાં ચિતે.
જોવાને તપસી એહ. ૫૫ પાર્થ પ્રભુજી તપસીને પુછે, સુણો જોગી જપધામ; કોણ દેશના વતની છો તમે, શું છે તમારું નામ. શું છે તમારું નામ કહો ખરૂં, કયાં વસે છે તમારો ગુર. અગ્નિકાષ્ટ્રમાં કહો ફળ શું છે, પાર્થ પ્રભુજી તપસીને પુછે.
સુણે જોગી જપધામ. ૫૬ કહે તપસી સુણે બડે રાજન, હમ વાશી વનવન આજ અહીં કાલ દુસરે વસીયે, નહીં એક આસન, નહી એક આસન હમ ધામ, કમઠ જોગીસર મેરાહે નામ; જ્ઞાની હમ ગુરૂએ દાખ્યા હેધન, કહે તપસી સુણો બડે રાજન,
હમ વાશી વનવન. ૫૭. રાય કહે શુધન છે તેમાં નહીં પુન્ય પ્રાપ્તિ લગાર; કાન ફાડીને લંગોટી મારી, ફોકટ માળા કરધાર; ફકટ માળા કરધાર તે ધારી, દયા ધર્મ નહી જાણો લગારી