________________
પ્રસ્તાવના.
અદ્યાપી સૂધી જેજે બોલના થોકડા પ્રગટ થએલા છે તે લધુવયના બાળકોને ભણવામાં ઘણા ઉપયોગી થઇ પડયા છે તેથી ઘણું લાભ થતો જેઈ નવતત્વ, તથા દંડકના છુટા એલ, આઠ કર્મની એકને અઠાવન પ્રકૃતિ (અને મોહનલાલજી કૃત ગુણમાળા બત્રીશી) એ નામનું પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રગટ કરવાને હેતુ એ છે જે આ બેલ શીખ્યા પછી ગાથાબંધ નવ તત્વ દંડક વિગેરે પ્રકરણમાં પ્રવેશ કરે તથા વિસ્તાર પૂર્વક તેમને અર્થ શીખ સુગમ પડે.
મુનિરાજ શ્રી શ્રી શ્રી રવી સાગરજીના શિષ્ય શ્રી મણી સાગર પાસેથી આઠ કર્મની એક અઠાવન પ્રતીનાં પાનાં ગામ વસેયમાં મળ્યાં તેથી તેમને તથા નવ તત્વના બેલ લવારની પોળના નિવાસી મયત શેઠજી સરૂપચંદ ઉમેદચંદે સુધાયં તે વાસ્તે તેમનો ઉપકાર માનું છું.
આ લધુ પુસ્તકમાં મતિ મંદતાથી આંખ દોષથી તથા વીતરાગ આજ્ઞાથી વિરૂદ્ધ જે કાંઈ લખાયું હોય તે સુ સજનેએ સુધારીને વાંચવા કૃપા કરવી.
તા. ૧-૭-૮૯
થી શા. બાલાભાઈ કકલભાઈ,
અમદાવાદ
)