________________
પ્રસ્તાવના
પરમપ્રિય ન બધુઓ ! લખવાને મારી લેખિનીને તથા મારા મનને અતિ હર્ષ થાય છે કે કેટલાંક વર્ષથી જૈનબંધુઓની સેવા બજાવ્યા તુલ્ય કોઈ પણ ગ્રંથ યથાશકિતથી રચી તેએ શ્રીના કરકમળ વિશે અર્પણ કરવો. તે દુર્લભ લાભ શ્રી જિનેશ્વર ભગવાનની કૃપાથી મારી વહાલી લેખિનીને અને મારા અત્યાતુર ઉરને પરમાનંદ પ્રાપ્ત કરાવે છે. આવાં સુકૃત્યો શ્રી અહંત ભગવન સાફલ્ય કરે.
પ્રિય જૈનમિત્રો! આધુનિક સમયમાં બહુધા નાટકરૂપે નવીન નવીન રાગરાગણીઓથી ભરપૂર રસમય કાવ્ય (ગામન) સહીત રચાએલાં પુસ્તકો વિષેશે કરી દ્રષ્ટી મયાદામાં આવે છે. એ રાગોમાં રચેલી કાવ્યને સર્વ જન વૃદ્ધ કે બાળ, શ્રીમંત કે ગરીબ, તથા સાક્ષર કે નિર્ભર સર્વ જન તન મન ને ધનથી ચાહે છે. તથા તે કાવ્યોને મુખપાઠ કરી સર્વ વખતે સકળસ્થાને યથાશકિતથી સંગિત્તશાસ્ત્ર-વિધિને અનુસરી અનુભવ્યા (ગાયા) કરે છે. આ પ્રમાણે એ કાવ્યના મહાન શિકી સર્વને નિરખી મારા પરમપ્રિય જન બંધુઓ અમંદાનંદદાયક શ્રી જિનેશ્વર ભગવંતનું સ્મરણ અહર્નિશ કરે તેટલા માટે એવા રસિક રાગમાં શ્રી જિનેશ્વરસ્તવનો રચવાને હું શ્રમિત છું. તે સુસ્તવને તેઓ શ્રીને જ અર્પણ કરું છું,