________________
(૨૦) પામ્યો પૂર્વ પુન્ય-ઉદયથી, તુમ સેવા શિવ સુખદાઇની; શુભપદ પ્રભુ મુને દીજીએ, માણેકચંદસુત સવાઈની સૂણો.
શ્રી વાસુપુજ્યસ્વામીનું સ્તવન,
(ઈંદર સભાની ગજલ) શ્રીવાસુ પુજ્ય સાહિબા, પ્રભુ વાસ દી મુજ ખાસ; દુઃખદ ભવ દાવાનળથી, આવ્યો છું તુમ પાસ.શ્રીવાસુપુજ્ય ટેક. દુઃખ ટાળક સુખસાગર, દીનેશ દયા નિધાન; પોકારી પરમેશ છે, ભય ભંજન ભગવાન. શ્રી વાસુપુજ્ય. આશ્રિત છું હવે આપને, તેવું નિશદિન ચર્ણ, કૃપાનિધિ કૃપા કરી, મને રાખે આપને શર્ણ શ્રીવાસુપુજ્ય. દાદ સૂણે દીન દાસની, અને મહેર કરો મહારાજ; આશા કરી હું આવિયે, સુધારો સહુ મમકાજ.શ્રીવાસુપુજય. નિરાશ હૈ જાયે નહિ કો, લે કલ્પવૃક્ષની છાંય; ચિંતામણું સુર ઘેનુ કહે, ફળ્યા વિના રહે ક્યાંય શ્રીવાસુપુજય. તેમજ પ્રભુ કૃપા થકી, મુજ આશા પુર્ણ થાય; સત્ય દ્રઢતા થકી મે, જાણ્યું છે મન માંય. શ્રીવાસુપુજ્ય. દાતા સમય વિચારીને દે, યાચક જનને દાન; જગ જશ કિર્તી વિસ્તરે તપે, ભાનુ ચંદ્ર સમાન.શ્રીવાસુપુજ્ય. યાચક આવી ઉભો હું, આપ દાનેશ્વરની પાસ; સમય વિચારી દીજિયે, મુને સમક્તિ અચળનિવાસ. શ્રી.વા. જયામાતાના નંદન પ્રભુ, “વપુજ્ય નૃપ કુળચંદ; નાયક ચંપાનગરીના, પ્રભુ–દથી. અત્યાનંદ. શ્રીવાસુપુજ્ય.