________________
ત્યારે લોભનંદીને ભાઇ રીસા તેથી લાભનીં જાયું કે જે હું નહીં જાઊં તે ભવનું સગપણ જાશે એમ વિચારીને લેભનંદી તયાર થયે તેથી બે ભાઈ ગાડીમાં બેશી ચાલ્યા અને તળાવની પાળ ઉપર થઈને રસ્તે ચાલતા હતા તેથી ત્યાં નીકળ્યા. તળાવની પાળ ઉપર દેવીના દેહેરે પેલે ગઢવી બેઠે હતો તેણે ગાડી જતી દીઠી અને લેકને પુછવા લાગ્યો કે આ ગાડીમાં કેણું છે તેથી કેઈએ કહ્યું કે લેભનંદી તેના ભાઈને ઘરે વીવા છે ત્યાં જાય છે. એ સાંભલી ગઢવી બહુજ રાજી થયે અને માતાને પગે લાગી છે કે હું માતાજી મારું રૂપ લેભનંદીના જેવું કરે. તે વખતે દેવીના સત્યભાવથી સર્વ લેભનંદી જેવું જ રૂપ બની ગયું તેથી ગાડીમાં બેસીને ઘડી બે ઘડી પછી લેભનંદીને ઘેર ગયો તેથી તેના દીકરા દોડીને સામા આવ્યા અને કહેવા લાગ્યા કે પીતાજી તરત કેમ પાછા આવ્યા ત્યારે લેભનંદીના રૂપે જે ગઢવી બન્યો હતો તે કહે પુત્ર ચાલે ઘરમાં આ તમને એક વાત કહું. આ સાંભળી સર્વ ઘરમાં ગયા. શેડ કહે સાંભળ! મારા પુત્ર, આપણા ગામના તળાવની પાળ ઉપર દેવીની જગાએ હું પગે લાગવા ગયે ત્યારે દેવી કહે કે તારું ધન જાશે અને તારા સરખું કઈક બીજું ઘરમાં આ વીને બેસશે, એ સાંભળી હું પાછો આવ્યું. હે પુત્ર!