________________
૨૩.
ટકીઆની ગાથા સાંભલીને મન ઠેકાણે આવ્યું માટે આનંદ માનીને દાન દઈ દીધું. વળી રાજાએ પિતાના દીકરાને પુછ્યું કે તે શુધારીને દાન દીધું ત્યારે તે બેકે, મેં જાણ્યું કે રાજા રાજ્યને લેભો છે અને રાજ્ય મુકતો નથી માટે મારી નાખું તે રાજ્ય આવે એમ વિચારમાં હતો તેવામાં એ ગાથા સાંભળીને જાણ્યું કે હવે રાજા તો થોડા કાળ છે અને મારીને શું કામ પાપમાં પડું એમ જાણીને દાન દીધું. ત્યારે ધનવતીને પુછયું કે તમે દાન કેમ દીધું. ત્યારે તેણે જણાવ્યું કે મારો ઘણી વહાણ ભરીને પરદેશ ગયો છે તેણે બાર વરસે આવવાનું કહ્યું હતું તે મુજબ બાર વરસ ગયા અને હવે હું મારી મતી ફેરવવાના વિચારમાં હતી તેટલામાં આ ગાથા સાંભળીને મને વિચાર આવે કે હવે જેટલા દહાડા મારા પતીને થયા તેટલા બીજા નહીં થાય અને થોડા માટે શુ કામ હું મારું પતીવૃતા પણું ગુમાવી દઉ. આ વિચારથી મન કામ આવતાં ખુશી થઈને નવસરને હાર આપ્યો. પછી કુતારને પુછયું કે કેમ અંકુશનું દાન દીધું ત્યારે કુંતાર કહે કે મહારાજ મારે પટરાણી સાથે રાગ હતો તે આજ કાલ કરતે આટલા દીવસ મેં કાઢી નાંખ્યા પણ આ ગાથા સાંભળીને વિચાર આવે કે હવે ઘણા દીવસ કાઢયા અને થોડી