________________
એમ ધારીને વહાણ સર્વે હંકાયાં. આગળ જતાં જતાં સાગરદત્તને ઉના પાણીથી નવરાવ્યું અને હજામત કરાવરાવીને નખ વગેરે લેવરાવ્યા પછી ન પોષાગપેહરાવરા તથા દશે આંગળીએ વેઢ વીંટી પહેરાવી ત્યારે સાગરદત્ત બે કે તમે મારા ઉપર આભાર ભારે કરે છે. ત્યારે શીવકુંવર કહે કે તમારા બાપને અને અમારે ઘણી જ લેવડ દેવડ છે માટે તમે લગારે તમારા મનમાં ઓછું આણશે નહીં. એવી રીતે વાત ચીત કરીને કાંઠા નજીક આવ્યા ત્યારે માલમ કહેવા લાગ્યો કે શેઠ કાલ પ્રભાતે અવંતી નગરીને અને બેતટને રસ્તો બદલાશે ત્યારે શ્રીમતી કહે કે શેઠ, આ સાત વહાણ તમે લઈ જાવ અને પછી અમારી અને તમારી લેવડ દેવડ ઘણી છે તે આગળ સમજી શું. એમ કહીને સાત વહાણ - ઈને રજા દીધી. શ્રીમતી સાત વહાણ સહીત ખુશી આનંદમાં ઘરે આવી. માબાપને મળી તેથી તેઓ સહું બહુ આનંદ પામ્યા પછી સાગરદત્ત પણ મનમાં હર્ષ ધરતો ઘરે આવ્યો અને માબાપ સગાં વહાલાંને મળે પછી માને પુછવા લાગ્યું કે સ્ત્રી ક્યા છે ત્યારે કહ્યું કે એ તે પહેરથી તેડવા આવ્યા હતા તે તેડી ગયા છે. ત્યારે તે વેળાએ વેલે બેસીને સાસરે ગયે સર્વ સગાને ત્યાં મળે. પછી સસરાને કહે કે વેહે