________________
૧૪
ને રૂદ્રદત ઉપાધ્યા પાસે જવા લાગ્યા. વસુ અને નારદ અને ઉપાધ્યાને પુત્ર પરવત એ ત્રણે જણ સુખે ભણતા હતા. એક દીવસને સમે ઉપાધ્યાને વસુ ઉપર ઘણી જ રીસ ચડી ત્યારે વસુ ગુરૂની સ્ત્રી રૂદ્ર પાસે જઈને તેને શરણે પેઠે અને તેથી રૂદ્રાએ વસુની રક્ષા કરીને મારવા દીધું નહી. ત્યારે વસુએ કહ્યું માતાજી તમે મારા ઉપર ઘણેજ ઉપકાર કર્યો છે. સજજન પુરૂષો છે તે પોતાના ઉપર ઉપકાર કરનારને તેને યથ ચગ્ય બદલે આપવાને કદી પણ ચુકતા નથી. જનાવર પણ ઉપકારના બદલે ગુણ કરે છે અને ઝાડ પણ રક્ષકને ફળદાતા છે, તે માટે કાંઈક વર માગો ત્યારે રૂદ્રા એ કહ્યું કે ભલે તો વર હમણાં ભંડારમાં રાખે, મારે કામ પડશે ત્યારે હું માગી લઈશ. એમ વાતચીત થયા પછી સંસાને ઠેકાણે ગયા. વળી એક સમયે રૂદ્રાએ ધણીને કહ્યું કે તમે પોતાના પુત્રને ભણાવતા નથી તેથી ઉપાધ્યા બો૯યા કે, હે સ્ત્રી, તારા પુત્રમાં અક્કલ નથી, તેની હું તને પરિક્ષા બતાવીશ. એમ કહીને તેના મનનું સમાધાન કર્યું. એક દીવસને સમે ત્રણે નીશાળીઆ પાસે તેડયા અને તેમને પાંચ પાંચ કડીઓ આપીને કહ્યું કે સાંભળો આ પાંચ કેડી તમે તમારા પાસે રાખીને જાઓ અને પાછી લાવજે પણ પેટ ભરીને આવજો. એમ કહીને ત્રણેને જુદા