________________
૧૮૧ વસનાં સાત રતન આપીને સીધું લઈ જાય છે, પછી હું કેમ જાણું કે તે તેને માટે લઈ જાય છે. રાજાએ વણી કને રજા આપી અને ડોસીને બોલાવીને પુછયું કે આ રત્ન તારી પાસે ક્યાંથી તે સાંભળી ડોસી બેલી કે મારે દીકરે નિત્ય વાછરૂ ચારવા જાય છે તેને જેગલમાંથી એવા કાંકરા નિ હાથ લાગે છે. તે લઈને નિત્યે ઘરે આવે છે. રાજા કહેવા લાગ્યું કે તમે જાછે છે કે તમારા ઘરમાં કેટલાં રત્ન છે? ત્યારે ડોસી બેલી કે એક ઘડો ભર્યો છે તેથી રાજા કહેવા લાગ્યા કે તે રતનને બે ઘડે અમને બતાવે, તે વખતે ડેસી કહે કે ભલે તો લઈ આવું છું. એમ કહીને પાધરી તે સન્યાસીઓ પાસે આવી. અને રાજાની સાથે જે વાત થઈ હતી તે સર્વ વાત તેઓને કહી સંભળાવી તેથી સાધુ પુરૂષોએ ડોસી પાસે એક ઘડે મંગાવ્યો તે ઘડામાં કાંકરા ભરાવ્યા અને ઉપર લુંગડું બંધાવ્યું અને તે ધડે પોતાની (રૂષી) પાસે મુકાવ્યું. અને પોતાના હાથ સર્વે જણાએ ફેરવ્યા એટલે માંહે રત્ન થઈ રહ્યા તે લઈને તે ડોસી દરબારમાં આવી, અને રાજા કને તે ઘડે મુકી બેલી કે આ મારે ઘડો તે જે હોય તો જઈયે, એટલે હું ચાલતી થાઉ. રાજાએ ઘડો જે ને તેનું મન એ ઉચાં રત્ન તરફ ઘણું જ ચોંટી ગયું. પછી રાજાએ ડેસીને કહ્યું કે જે તારે માગવું હોય તે માગ, અને આ