________________
૧૭૮
હંસલી રડે છે તે તો ન્યાયે કરીને રડે છે, પણ કાગડા તું શું કરવા રડે છે? ત્યારે કાગડો બોલે કે હું તમને રડું છું કેમકે તમે મળીને અમને અન્યાય આપ્યો તે વખતે સહુ કહેવા લાગ્યા કે આજ તે લબાડ માણસને પહેર છે. એ વચન સાંભળી કાગડો હંસને પગે લાગ્યો આ હંસલી હંસને સ્વાધીન કરી પછી હંસલી પાછી આવી અને કહે ભાઈ આજ પછી અમારી જાતને વિશ્વાસ કદી પણ કરીશ નહીં. એમ કહી તેઓ માનસરોવરે પહોંચ્યાં અને સુખે રહ્યાં.
કર્મ ઉપર વછપાસની કથા. એક વખત કૈલાસમાં સર્વ દેવતા મળી બેઠા હતા. તે વખત ધર્મ, કર્મ, સત અને લમિએ ચારને માર્યો માંહે સંવાદ થયો તેથી ધર્મ કહે હું મેટો અને કર્મ કહે હું મેટે, લક્ષ્મિ કહે હું મોટી અને સત કહે હું મટે છું. એમ ચારે જણવાદ કરવા લાગ્યાં અને કંટ વધી પડે તે બાબતનો ન્યાય કરાવવાની ગોઠવણ કરીને તેઓ બધા
જી પાસે ગયાં. બ્રહાજીએ તેમને ન્યાય ચુકાવવાને પિતાથી નહીં બને એમ જણાવ્યું અને ઈંદ્ર પાસે જવાને કહ્યું. ઈ પણ અશકિત જણાવી અને કહયું કે જે તમારે ન્યાય મેળવવો હોય તો મૃત્યુ લોકમાં મળશે, એમ કહી ઈ કે તેમને રજા આપી. પછી ચારે જણ