________________
૧૬૫ હતા તે સર્વે ગુરૂને દેખાડયાં, તેથી બ્રાહ્મણે પિતાથી ઉપડાય એટલે મેટ ગાંઠડે બાંધી માથે લઈને જવા માંડયું અને ક્ષમ કુશલતાથી ઘરે આવ્યું ત્યારે તેની સ્ત્રીએ તેને પુછયુ કે સ્વામી આટલું બધું ધન કયાંથી લાવ્યા ત્યારે તે બ્રાહ્મણે સિંહ અને હંસની સર્વ હકીકત કહી સંભળાવી. સ્વામી, તમે એકવાર ફરીથી જાવ, એમ વારંવાર તેની સ્ત્રી કહેવા લાગી.એમ દીનદીન પ્રતે કહેતાં ત્રણ વરસ વહી ગયાં. પછી તે એક વખત સ્ત્રી ઘરમાં કલેશ કરવા મંડી તેથી કંટાલીને જવાની હા પાડી. સ્ત્રીએ ભાતું તયાર કરી આપ્યું અને તે બ્રાહ્મણ હરીક્ષેણ સિંહ પાસે જવાને નીકળે, ચાલતાં ચાલતાં તે વનમાં બે ત્રણ દહાડે આવી પહોંચ્યો. હવે ત્યાં સિંહનીશી હકીકત છે, તે જુએ છે તો પેલા હંસને તે મનાવીને તેની જાતના માણસે લઈ ગયાં હતાં. તેને ઠેકાણે તે કાગડેને કાગડી આવીને બેઠાં હતાં. તેઓ સિંહની સાથે મિત્રાઈ રાખતાં હતાં. સિંહ પણ સમજતો હતો કે મારે હંસની જગ્યામાં આ એક વસ્તી છે, એમ જાણીને તે ત્યાંજ બેસતો ઉઠતો હતો. એક દિવસ કાગડે કહે સિંહ ભાઈ તમે એક દિવસ ચારા માટે જાવા છે અને એક દીવસ નથી જાતા તેનું કારણ શું ? તે વખત સિંહ કહે કે મેં એક દિવસ મારા હંસ ભાઈને આવે છે, તે જે પ્રાણ જાયતે પણ વચન ભંગ