________________
ને માટે રાજાએ તજવીજ કરીને કહ્યું કે આજ ભંડારી કયાં રોકાયા છે તેની તપાસ કરે. પછી સરદાર લેકેએ ભંડારીને ઘરે માણસે મોકલ્યાં, પણ ભંડારીનું ઘર તો બંધ હતું, તેથી રાજાએ તે ખબર સાંભળીને મને નમાં વિચાર કર્યો કે બીચારા ભંડારીને માથે એવી સુઆફત આવી પડી હશે કે ઘર છોડીને પણ ચાલે ગયે, વળી મનમાં વિચાર્યું કે મેં બ્રાહ્મણોને બહુ દાન આપવા માંડયું છે, તેના માટે તેણે મને સૂચના પણ કરી હતી, એણે એક બે વખત મારી ચીઠીઓ પણ પાછી વાળી હતી માટે તે કદાપી રીસાઈ ગયે હશે. તેથી તેને બોલાવી લાવે એને હું સમજણ પાડું, પછી કચેરી બરખાસ્ત થઈ એટલે જે સરદારને ત્યાં ભંડારી સંતાયો હતો તેણે ભંડારીને જઈને કહ્યું કે આજે તમારા માટે રાજાએ આ વિચાર જણાવ્યું ત્યારે ભંડારી બે કે તમે કાંઈ બોલ્યા, તે કહે કે ના, મારાથી તમને પુછ્યા વિના કેમ બેલી શકાય, ત્યારે ભંડારીએ કહ્યું કે કેમ મિત્ર એ બાબતમાં તમારે શું વિચાર છે ત્યારે તે સરદા ૨ બે કે હું આજે કચેરીમાં જઈશ અને જ્યારે રાજા પાછા તમારી બાબત કાઢશે ત્યારે કહીશ કે મહારાજ ગુને માફ કરો તે ભંડારીની ભાળ મેળવી આપું. જે રાજાજીની મરજી તમારા લાભમાં હશે તે ઘટીત કરીશ. પછી કચેરીના વખતે જ્યારે રાજાએ ભંડારી વિષે