________________
ર
૨૯ શ્રી અજિતનાથ ભગવાનની કંક
વિશાળ ચોરા ઉપર આરસની નાની દહેરીમાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવાનની ત ચરણપાદુકા છે. તે સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદ્ર કરાવી છે. સં. ૧૯૩૧માં જીર્ણોદ્ધાર થયેલ છે. તેની પ્રતિષ્ઠા મલધાર પૂર્ણિમા શ્રી વિજયગચ્છના ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિએ કરાવેલી છે. ૩. શ્રી નેમિનાથ ભગવાનની કે
દશ કટ ઊંચા ગોળ ચેરા ઉપર આરસની નાની દહેરીમાં બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનની ત ચરણપાદુકા છે. તેના પર લેખ છે કે સં. ૧૯૨૪ માં સુર્શિદાબાદ નિવાસી રાયબહાદુર ધનપતિસિંહજીએ જીર્ણોદ્ધાર કરાવ્યું અને પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનસિંહસૂરિજીએ કરાવી. શ્રી નેમિનાથ ભગવાનનાં દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ કલ્યાણક તે ઉજજયંત ગિરિ એટલે શ્રી ગિરનાર પર્વત પર થયેલાં છે, પણ યાત્રિકોના લાભાર્થે અહીં તેની સ્થાપના છે. ૩૧ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂંક
જમદિરથી લગભગ દોઢ માઈલના અંતરે આવેલી આ ટૂંક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂંક તરીકે પ્રસિદ્ધ છે. તેને મેઘાડંબર પણ કહેવામાં આવે છે આ ટૂંક ઊંચામાં ઊંચી ટેકરી પર આવેલી હોવાથી તેના પરનાં મંદિરનું શિખર માઈલ દૂરથી દેખાય છે. કેટલાક ચઢાવ બાદ ઉપરના ભાગે લગભગ પિસો પગથિયાં બાંધેલાં છે. તે ચડતાં જ આરસનાં ઉત્તુંગ મંદિરને સુંદર દરવાજે નજરે પડે છે.
અહીં વીશમા તીર્થંકર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ ચરણપાદુકા છે. તેના પર લેખ છે. કે સં. ૧૮૪૯ માઘ શુકલપંચમી બુધવારને રોજ શ્રી સંઘે અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ચરણનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સં. ૧૫૮ માં કલકત્તાવાળા રાયમદ્વિદાસ મુકીને એની ત્રણ વાર મરમ્મત કરાવી, મદિર શિખરબધી મજબૂત કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી.
આ ટ્રેક પર ચડીને ચારે બાજુ નજર કરતાં અતિ મને હર દશ્ય નજરે પડે છે. અને આકાશ આપણી સાથે વાત કરતું હોય એમ લાગે છે. અવરેહણ
આ રેલી મહાન ટૂંકને જુહારીને પાછાં ઉતરતાં છેડેક દૂર ડાક બંગલે આવે છે. ત્યાંથી નીમીયાઘાટને રસ્તે કુટે છે. જેઓ ઈસરીથી અહીં ચડયા હોય તે આ રતે પાછા ફરે છે અને બાકીના મધુવનમાં પાછા ફરી જાય છે. વળતી વખતે સાથે મિચે હોય તે લાંબા ચક્રાવામાંથી બચી જવાય છે. છેવટે ૫. સૌભાગ્યવિજ્યજીના નિમ્ન શબદ ઉચ્ચારીને આ નિબંધ પૂરો કરીશ.
દેખે ડુંગર નયન ભરી, એ હર્ષ અતિ જેર જુ પાવસ ઋતુ દેવીને, મુદત હોઈ મન મોર ધન્ય દિવસ ધન્ય એ ઘડી દે શી જિનરાજ; સુણતાં ગુરુમુખ શાસ્ત્રમાં પાયે પરસન આજ.
છે. રતિ રામ .