________________
૨૦૧,
૫. રૂપરુચિગણિના શિષ્ય પ. દયારુચિગણિએ સં. ૧૮૩૫ માં સમેતશિખરજીને રાસ રમે છે, તેમાં અહીંના વૃક્ષો વિષે થોડી વધારે વિગતે આપી છે. તેના પ્રારંભમાં જણાવ્યું છે કે
અંબા રાયણ સરસ ખજારા, શીતાફલ નાલેર રે, કેલાં અનાર જરદ નારંગી વૃક્ષ બિહુ ચિહું ફેર રે.
ધન ધન એહ સમેતશિખર ગિરિ. તેમણે એ પણ નેંધ લીધી છે કે
વૃક્ષ અનેક મહલાવલી બહુલા, તુ ઋતુકા ફલ પર રે; વાસે પરિમલ જિહાંગિરિ ચિહું દિલ, સમેત શિખર હે સનૂર રે.
ધન ધન એહ સમેતશિખર ગિરિ. અહીં કઈ કઈ જાતના પ થાય છે, તે પણ એમણે સાથે જ બતાવ્યું છે?
કેવડા, કેતકી, જાય, મોગરા, કુંદ મચકુંદ ગુલાબ રે, ગધરાજ સેવંત્રી સુગંધી, બહસિરિ બહુ ઝાબ રે.
ધન ધન એડ સમેતશિખર ગિરિ. રિતરિત કે સુગંધિ ફલ ફૂલે, ભમર મે ચિહુ પાસ રે; બકુલા વૃક્ષનાં પુષ્પ સુગધી, વાસે પરિમલ ખાસ રે.
ધન ધન એહ સમેતશિખર ગિરિ. વિદ્યાસાગર ન્યાયન શ્રી શાંતિવિજ્યજી મહારાજે વિવિધ તીર્થોની યાત્રા કર્યા પછી સં. ૧૯૬૭ માં બહાર પાડેલી જૈન તીર્થગાઈડમાં અહીં નીચેનાં વૃક્ષે હેવાનું જણાવ્યું છે. “અબે, ખેર, કેળ, ચીરાંજી, વ ચન, કીનાર, નાળિયેર, સેપારી, જંભીર, ખજૂર, લીબુ, હરડે, બહેડાં, આંબળાં, કેતકી, કદંબ, તાડ અને તમાલ આમાં, ભીલામા અને વછનાગ કે જે આ ગિરિરાજ પર ઘણાં થાય છે, તેને ઉલેખ નથી એ આશ્ચર્યજનક છે. વળી તેમણે એ નોંધ પણ લીધી છે કે “રામરાજ, કાથોડી, પાતાળ કહેલું, વનજરૂ, કાલિ લાખન, અનંતમૂળ અને રતનજોત આજે પણ અહી મેજૂદ છે. કેટલીક જડી બુટ્ટીઓ એવી છે કે તેના જાણકારે આજે રહ્યા નથી. સાપ અને વીંછીનું ઝેર ઉતારનારી જડીબુટ્ટી અહી પિદા થાય છે. તાત્પર્ય કે પહાડ પર જ્યાં દે
ત્યાં જંગલી મેવાની વિવિધ જાતે, લીલોતરી, ફળફુલ, બાગ બગીચા અને લીલાં વૃક્ષો વગેરે દિલને ખુશ કરનારી અને મનને તાજુ કરનારી વસ્તુઓ નજરે આવે છે.
પં. જયવિજ્યજીએ સમેતશિખર તીર્થમાળામાં જણાવ્યું છે કે–