________________
મહોત્સવ દરમિયાન કેઈ પ્રત્યે અવિનય આશાતના થઈ હોય કે કડવું વચન કહેવાઈ ગયું હોય તેની ક્ષમા માગી મારું વક્તવ્ય સમાપ્ત કરું છું.
ત્યારબાદ જિનશાસનના જયનાદ વચ્ચે સભા વિખરાઈ હતી અને સહુ પિતાપિતાનાં સ્થાને ગયા હતા.
[ ૧૨ ].
ઉપસંહાર શ્રી સમેતશિખર મહાતીર્થના જીર્ણોદ્ધારનું અને તે અંગે જાએલ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું વર્ણન અહીં પૂરું થાય છે. તેમાં રજૂ થયેલી હકીક્તોને સાર એ છે કે,
પૂ. રંજનશ્રી મહારાજે સં. ૨૦૧૦ની સાલમાં સુસાધ્વીઓ સાથે આ મહાતીર્થની યાત્રા કરી તેના સ્પર્શન-દર્શનથી તેમને ખૂબ આનંદ થયે, પણ તેની જીર્ણશીર્ણ દશા જોઈને હદય ઘવાયું. કેઠીન મુનીમજીને પૂછતા માગ સમજાય અને કલકત્તામાં ચાતુર્માસ થતાં એ માર્ગ નિશ્ચિત થયે. કુનેહથી કામ લેતાં આ તીર્થનાં વહીવટદાર મહારાજા બહાદુરસિંહજીને જીર્ણોદ્ધાર માટે સમજાવી શક્યા. જે કામ મોટા મોટા આચાથી નહિ બનેલું તે એક સાધ્વીથી બન્યું. આને અર્થ એમ સમજવાનો કે આપણે સાધ્વી સમાજ સત્વશાળી છે અને તેમાં અનેક છૂપાં રને પડેલાં છે. જે તક મળે છે તેઓ પણ ઘણું મહાન કામ કરી શકે એમ છે.
જીર્ણોદ્ધારને સંક૯૫ પાકે થયા પછી થોડા જ વખતમાં અમદાવાદનિસાસી શેઠ રાજેન્દ્ર માણેકલાલ મનસુખલાલ કલકત્તા આવ્યા, તેમણે આ કાર્ય માટે રૂા. ૫૧૦૦૦ આપવાની ઈચ્છા દર્શાવી અને જીર્ણોદ્ધારનાં કાર્યને ઘણું પ્રેત્સાહન મળ્યું. ત્યારબાદ શ્રીસમેતશિખર જૈન તીર્થ જીર્ણોદ્ધાર સમિતિની રચના થઈ. પૂ રંજનશ્રીજી મહારાજ કલકત્તાનું ચાતુર્માસ પૂર્ણ કરીને સુરત આવતાં તેમના ગુરુબહેન સુરપ્રભાશ્રીજી મહારાજને પૂરેપૂરો સહગ સાંપડ્યો અને કાર્યમાં અને વેગ આવ્યો. તે માટે ખાસ પ્રચારક સમિતિની નિમણુંક થઈ.
ત્યારે એક કાર્યની લગની લાગે છે, ત્યારે તે અંગે નવા નવા માર્ગો–ઉપાયે મળી આવે છે અને સલતા સમીપ આવતી જાય છે પૂ રંજનશ્રીજી મહારાજ તથા સુરપ્રભાશ્રીજી મહારાજને આ કાર્યની લગની લાગી અને તેઓ રાત દિવસ તેનું ચિંતન કરી રહ્યા હતા, એટલે તેમને નવા નવા માર્ગો ઉપાયે સૂગયા અને તે કારગત નીવડ્યા..
છદ્ધારની ઝેળીમાં નાણું પડતાં આ કાર્ય માટે એક બાંધકામ સમિતિ નીમવામાં આવી. તેણે સં. ૨૦૧૨ ની સાલથી ગિરિરાજ પર કામ શરૂ કરાવ્યું. અનેક શિલ્પીઓ તથા મજૂર એ કામમાં જોડાયા.