________________
મણીની રકમ ઝપાટાબંધ વધવા પામી હતી. છેવટે એ ઉછામણીને આદેશ કલકત્તાવાળા શેઠ પરિચંદજી, શ્રીચંદજી તથા ગભીરચંદજી બોઘરાએ લીધો હતો.
પૂજા, આંગી, ભાવના નિત્ય મુજબ થયાં હતાં. સત્તરમ દિવસ-માહ વદિ ૮:
આજે મહોત્સવને છેલ્લે દિવસ હતો, છતાં યાત્રિકને ઉત્સાહ ઓસર્યો ન હતે. તેઓ ગિરિરાજ પર થનારી દ્વારાઘાટનની ક્રિયામાં ભાગ લેવા માટે વહેલી સવારથી તૈયાર થઈ ગયા હતા. દ્વારા દુઘાટનને આદેશ લેનાર ભાગ્યશાળી મહાનુભાવે શેઠ પરિચંદજી બાથરા, શેઠ શ્રી ચંદજી બાથરા તથા શેઠ ગંભીરચંદજી બાથરા સહકુટુંબ સકલસંઘ સાથે વાજતે ગાજતે ગિરિરાજ ઉપર ચડ્યા હતા.
પ્રારંભમાં આચાર્ય ભગવંત પાસે જઈ વિધિપૂર્વક વદન કરી, વાસક્ષેપ નંખાવ્યા બાદ તેઓ ચતુર્વિધ સંઘસમેત જલમંદિર પાસે ગયા હતા. ત્યાં શુભ મુહૂર્ત ક્રિયાકારક શેઠ બાલુભાઈએ કરાવેલ વિધિ અનુસાર દ્વારાઘાટન કર્યું હતું અને પ્રભુદર્શન કરી કૃતાર્થ થયા હતા. ત્યાર બાદ સકલસંઘે આચાર્ય ભગવંતની સાથે ત્યાં ચિત્યવંદન કર્યું હતું.
તે પછી આચાર્ય ભગવંતે પ્રસ્તાચિત દેશના દેતાં પ્રતિષ્ઠા મહોત્સવને મહિમા સમજાવ્યું હતું અને દેવ-ગુરુ-ધર્મમાં પૂર્ણ શ્રદ્ધાન્વિત થવાને અનુરોધ કર્યો હતો. છેવટે બધા યાત્રાળુઓ દર્શન-પૂજનને લાભ લઈ મધુવનમાં પાછા ફર્યા હતા.
આજે રાજસ્થાન-પાલી નિવાસી શ્રીમતી ઉગમકુંવરબાઈ તરફથી યાત્રાળુઓને ભાત અપાયું હતું અને તે જ નગરના નિવાસી શેઠ મીઠાલાલજી તરફથી નવકારશીને લાભ લેવા હતે. પૂજા-આંગી–ભાવનાની રંગત રેજના જેવી જ રહી હતી.
૧૧. અભિનંદન સમારોહ સારું કાર્ય કરવા માટે કાર્યકર્તાઓને અભિનંદન આપવા તથા તેમના પ્રત્યે બહ માનની લાગણી પ્રકટ કરવી, એ શિષ્ટ પુરુષોએ પ્રવર્તાવેલી એક પ્રશસ્ત પ્રણાલિકા છે.
જીર્ણોદ્ધાર સમિતિના સભ્યોએ પાંચ વર્ષના ગાળામાં આ મહાતીર્થને જીર્ણોદ્ધાર કરાવી તીર્થની અપૂર્વ ભકિત કરી હતી. વળી તે અંગે અંજનશલાકા તથા પ્રતિષ્ઠાને ભવ્ય મહત્સવ એજીને સંઘ તથા શાસનની એક મહાન સેવા બજાવી હતી. ગમે તેવા મુશ્કેલ સગો ઉત્પન્ન થવા છતાં તેમણે રવીકાલે સેવાધર્મ છેડે ન હતું. તેમાં જરાય ઢીલાપણું બતાવ્યું ન હતું. આથી યાત્રિક સંઘે આજ રાત્રે તેમને અભિનંદન આપવાને એક સમારોહ મહોત્સવ મંડપમાં ચેક્યો હતો.