________________
પ્રસ્તાવના.
જૈન ધર્મવલંબી ભાઈઓ આપણી ધર્મ ક્રિયાદિ રીતિ, નીતિ દર્શાવવા, રતસાર અને પ્રકરણ રક્ષાકર ઈત્યાદી જેવા બીજા ઘણાક મોય મોટા ગ્રંથ છપાયેલા છે. તેમાં શ્રાવક કુલ મર્યાદા પ્રમાણે દરેક જૈનધર્મ પાળનારાને અવશ્ય જાણવા ગ્ય એવી ઘણી એક ઉપાયી બાબતોનું દરેકમાં જુદાં જુદે સમાવેશ થયેલું છે, પણ તે સઘળા પુસ્તક ખરીદ કરનાર કાઈક જ હોય છે. તેથી ઘણાક ભાઈઓ પોતના સ્વધર્મનું જાણપણું પૂરતી રીતે લઈ શકતા નથી. માટે તે દરેક પુસ્તકમાંથી સારયુક્ત ચુંટી કાહાડેલી ઘણી જ અમુલ્ય બાબતો તથા બીજી કેટલીએક તદનજ નેવીન બાબતેનું મેલેટો સંગ્રહ કરી અમોએ ગુજરાતી લીપીમાં આ પુસ્તક છપાવી બહાર પાડે છે.
ધર્માનુરાગી ભાઈઓ ! વધારે ન લખતાં ફક્ત એટલું જ કહેવું બસ છે કે, આ પુસ્તકનું બીજું નામ જે-જૈનધર્મ સાર સંગ્રહ–કરી રાખેલું છે. તે નામને યોગ્ય કરવા અર્થ બનતી રીતે આ લધુ પુસ્તકમાં આપણા ધર્મની સાયુક્ત ઘણી એક બાબતોનો સમાવેશ કરી તેના નામને લાયક કરવા પૂરતી કાશેશ કરવામાં આવી છે.
આ પુસ્તક શ્રી જૈનધર્મને ખરેખર એક શંગારરૂપ છે એ નિશંસ્ય જ છે. અને તેમાં વળી શ્રી અચળ ગપતિ પૂજ્ય ભરક શ્રી શ્રી શ્રી વિવેક સાગર સુરીની એક સુંદર તસબીર આપવામાં આવી છે તેથી તે વધારે શંગારરૂપ છે.
આ પુસ્તકમાં કાંઈ અશુદ્ધ દીઠામાં આવે તો સજીને એ સુધારીને વાંચવું; કારણકે મુફ વગેરે તપાસતાં નજર દેશ અથવા બુદ્ધિ દોષ રહી ગયો હશે, તેને સજીનેએ સુધારી લેવો, અને ક્ષમા કરવી. એજ સુજ્ઞ લેકની રીત છે.
છે. લી. મું.