________________
જૈન તીર્થ સર્વસંગ્રહ - મારે અહીં એટલું સ્પષ્ટ કરવું જોઈએ કે, વર્ણન કરેલાં બધાં સ્થળેના પ્રત્યક્ષ પરિચયમાં હું આવેલું નથી. કેટલાંક સ્થળે જોયેલાં અને જાણીતાં અવશ્ય છે પણ પરિચય આપવાની દષ્ટિએ મેં એ સ્થળોને જોયાં નથી. આ આખાયે સંગ્રહ મેટે ભાગે સાહિત્યિક કે પુરાતાત્તિવક આધાર પરથી સંકલિત કરવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોના. આધારે તે તે તે સ્થળે ધ્યા જ છે ને આની સાથે જોડવામાં આવેલી સંદર્ભ ”ની સૂચીમાં એને નિર્દેશ કર્યો છે.
ગુજરાત, મારવાડ–મેવાડ, માલવા, સિધ—પંજાબ, દક્ષિણ-મહારાષ્ટ્ર, મધ્યપ્રાંત, ઉત્તરપ્રદેશ-બિહાર-બંગાળઆસામ-ઓરિસા વિષેનાં પ્રાસ્તાવિકમાં જેનેના વિકાસ–વિસ્તાર કે વાતાવરણ અને હાસની આછી ઝાંખી કરાવવાને પ્રયત્ન સે છે. મતલબ કે ભોગેલિક માહિતી, જેને પ્રભાવ, મંદિરની સ્થિતિ અને તેમાંના શિ૯૫ની વિગત, બની. શક્યું ત્યાં સુધી ક્રમસર વિકાસરૂપે નેધવાની તકેદારી રાખી છે. આથી એ હકીકતોને અહીં બેવડાવવાની જરૂર નથી.
આ ગ્રંથમાં ગામ અને મંદિરને લગતા પ્રાચીનતાદર્શક શિલાલેખીય આધારેને મુખ્ય સ્થાન આપ્યું છે. કેટલાક પ્રસિદ્ધ શિલાલેખે ઉપરાંત મારા સંગ્રહના અપ્રસિદ્ધ શિલાલેખોને પણ આમાં પહેલવહેલા પ્રગટ કર્યા છે. તે તે સ્થળેની તત્કાલીન ઘટનાઓ માટે પ્રાચીન એવા આગમગ્રંથ, ભાળે, નિર્યુક્તિઓ, ચૂણિઓ, ટકાઓ, કાવ્યસાહિત્ય, વિવિધતીર્થકલ્પ, પ્રભાવકચરિત જેવા પ્રબંધગ્રંથે, ગ્રંથપ્રશસ્તિઓ, તીર્થમાળાઓ, ચિત્ય પરિપાટીઓ વગેરેના યાવશક્ય ઉલેખે નેધવાને પણ પ્રયત્ન કર્યો છે. બની શક્યું ત્યાં ચીની પ્રવાસી ફાહિયાન અને એનત્સાંગ તેમજ બીજા દેશી-વિદેશી યાત્રીઓના રિપેટેની નોંધ પણ મેં સાધાર બનાવ્યાં છે. એ પછી શિલ્પ–સ્થાપત્યની રચના વિશે અને કૃતિવિશેષનું વર્ણન જેટલું જાણી શકાયું તેટલું આપવા તરફ મેં મારું ધ્યાન દેરવ્યું છે. જેના ધાર્મિક ઈતિહાસની દષ્ટિએ જેનું મહત્ત્વ ઉલ્લેખનીય છે કે ગુફાઓ અને ગુફામંદિરે વિષે પણ પરિચય કરાવ્યો છે.
આ રીતે મળી આવેલી જુદી જુદી સામગ્રીના આધારે આ ગ્રંથની સંજના થયેલી છે. આવા જવાબદારીવાળા. અતિમહત્ત્વના ગ્રંથની સજા કરતી વખતે પૂરતી તકેદારી રાખી છે; પણ છવાસ્થ માણસથી ભૂલ થવી સ્વાભાવિક છે. આ ગ્રંથમાં રહી ગયેલી એવી ભૂલ કે ક્ષતિ તરફ પ્રેમભાવે જે કઈ લક્ષ દેરશે, તેને આભારી થઈશ.
વસ્તુત: તીર્થોના જીર્ણોદ્ધાર જેટલું જ તીર્થોને ઈતિહાસ પ્રગટ કરવાનું કાર્ય મહત્વનું છે. આ પુસ્તક આ રીતે પ્રગટ થાય છે, તેને સમગ્ર યશ શેઠ શ્રી. આણંદજી કલ્યાણજીની પિઢીને ફાળે જાય છે. પેઢીના ટ્રસ્ટીઓએ આ કામ મને પી, સમયે સમયે માર્ગ સૂચક ભલામણ કરી તેમજ જરૂરી સગવડો પૂરી પાડી આ કાર્ય માટે જે સરળતા કરી આપી છે તે માટે તેમને હું ખૂબ ખૂબ આભાર માનું છું.
આ પુસ્તકના લેખનમાં જે ગ્રંશેાએ એક યા બીજી રીતે સહાય કરી છે તે વિદેહી કે હયાત ગ્રંથ લેખકોના અણસ્વીકાર સાથે જ મારા લેખન સમયે જેમની સલાહ અને પ્રેરણું મને સતત જાગરૂક રાખી શકી છે એ મારા પરમસેહી મિત્ર શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ અને શ્રી. બાલાભાઈ વીરચંદ દેસાઈ-( જયભિખુ)ની બંધુબેલડીનો. આભાર માનવાનું ભૂલી શક નથી. વળી, સાહિત્યપ્રેમી શ્રી. અગરચંદજી નાહટાએ અપ્રસિદ્ધ તીર્થમાળાઓને સંગ્રહ. મોકલી આપી અને ઉપકૃત બનાવ્યું છે તેની પણ અહીં નેંધ લઉં છું.
અંતે –જે તીર્થોએ લેકજીવનના સંસ્કારને સુવાસિત કરવામાં મહત્તવને ભાગ ભજવે છે એવી જૈન સંસ્કૃતિના અંગભૂત તીર્થસંસ્થાનું ઐતિહાસિક હાર્દ રજ કરવામાં મારો આ અ૮૫ પ્રયત્ન કંઈ પણ ફાળો નોંધાવી શકશે તે મારે. શ્રમ સફળ થયે માનીશ.
સં. ૨૦૦૯ ) : ચિત્રી પૂર્ણિમા ! .
દહેગામ . (એ. પી. રેલ્વે) )
અંબાલાલ પ્રેમચંદ શાહ