________________
જેન તીર્થ સર્વસંગ્રહ આ ગ્રંથમાં ગામેગામ ફરી બધી સામગ્રી એકઠી કરવામાં મદદરૂપ થનાર શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ ને તેમના સહકાર્યકરો અને વિશેષ નોંધ તૈયાર કરી આપનાર પંડિત શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ તેમજ છાપકામ અંગે વસંત પ્રિન્ટીંગ પ્રેસવાળા, શ્રી જયંતી દલાલની કાર્યદક્ષતાની નેંધ લેતાં અમને આનંદ થાય છે.
આ પ્રકાશન અંગે જાણીતા લેખક શ્રી. જયભિખ્ખએ અમને વારંવાર કીમતી માર્ગ સૂચન કર્યું છે, તેમજ મેસર્સ એસ. વાડીલાલની કું.વાળા શ્રી. મોહનલાલભાઈએ પણ આ કાર્યમાં ઘણી મદદ કરી છે. આ બંને ગૃહસ્થની નિ:સ્વાર્થ સેવાનો ઉલ્લેખ કરતાં અને આનંદ થાય છે.
આશા છે કે આ મહત્વનો ગ્રંથ ભાવુકે, યાત્રિકને, ઈતિહાસપ્રેમીઓને, પુરાતત્વવિદેને અને પ્રવાસીઓને ઉપયોગી ને પ્રેરક થશે. અમદાવાદ
નાગરદાસ કસ્તુરચંદ શાહ તા. ર૧-૩-૧૯૫૩
મેનેજર શેઠ આણંદજી કલ્યાણજી