________________
૪૯૮
જૈન તીર્થ સર્વસંગ્રહ મંદિરનું ગગનચુંબી શિખર બહુ દુરથી નજરે પડે છે. મંદિરનું ક્ષેત્રફળ તે બહુ નથી પણ એનું સ્થાપત્ય અને ચિત્રકળાકૌશલ અત્યંત પ્રશંસનીય છે.
મંદિરની સજાવટ પણ પ્રેક્ષકને મંત્રમુગ્ધ કરે છે. મંદિરમાં પહેલા કાચના નાના ટુકડાઓ જાણે હીરા, મણિ, માણેક હોય એવી ભ્રાંતિ ઉપજાવે છે. નાના આકારવાળા આ મંદિરમાં કળા જાણે ખીચોખીચ ભરી છે. ત્યારે વીજળી બત્તીને પ્રકાશ કે સૂર્યનાં કિરણે એ કાચ ઉપર પડે છે ત્યારે જાણે અસંખ્ય દીવાઓ એક સાથે પ્રજવળતા હોય એવો દેખાવા લાગે છે.
મંદિરના ચોકમાં પણ અદ્ભુત શિલ્પકળાનું ચાતુર્ય ભર્યું છે. ઠેકઠેકાણે ઊભી કરેલી અપ્સરાઓના લચતા અંગમરોડ ચિત્તાકર્ષક છે. પ્રેક્ષકની ત્યાં એકવાર પણ દષ્ટિ પડે છે, ત્યાં જ તે સેંટી રહે છે, બીજે જોવાનું મન થતું નથી. સીડી પાસેના હાથી પણ ઐરાવત જેવા લાગે છે. આ મંદિરને અમરાવતી માની અહીં ભૂલથી તે નહીં આવી ચડયા હોય!
“અરસનાં અનેકવિધ પૂતળ મંદિરની મનોરંજકતામાં ઊમેરે કરે છે. મંદિરની સામેના તળાવથી મંદિરની શેભા ચારગણી વધી જાય છે. સાંજે જ્યારે વીણીની દીપમાળાથી મંદિર જળહળી ઊઠે છે ત્યારે એનું જે પ્રતિબિંબ પાણીમાં પડે છે તે ઉપરથી જાણે બીજું જ મંદિર પાણીમાં ખડું થતું હોય એમ લાગે છે અને જ્યારે એ જ પાણી હિલેળે ચડે છે ત્યારે પાણીની સપાટી ઉપર મંદિર તરતું હોય એવી મનહર બ્રમણ જન્મે છે. ગુપ્તકાળ પછી શિલ્પકળા ઊતરતી જતી હોવાનું કહેવાય છે પણ આ મંદિર જોતાં ગુસકાળ પછી શિલ્પકળાએ અમુક દરજે ઉન્નતિ કર્યાનું અનુમાન કાઢવું પડે છે.” .
આ મુખ્ય મંદિરે સિવાય કેટલાક ઘર-દેરાસરે પણ અહીં છે: (૧) પાન બગાન પોલિસ હેસ્પીટલ રોડ ઉપર નં. ૧૨ વાળે શેઠ લાલચંદ મોતીચંદના મકાનમાં નાનું ઘરદેરાસર છે, તેમાં પાર્શ્વનાથ ભગવાનની ધાતમૂર્તિ અને એક સ્ફટિકની મૂર્તિ છે. (૨) બાંસલા સ્ટ્રીટમાં બાબુ હીરાલાલ પન્નાલાલના મકાનમાં શ્રીકેશરિયાજી ભગવાનની ધાતુપ્રતિભાવાળું ઘરદેરાસર છે. (૩) બરતલા સ્ટ્રીટના છેડા ઉપર નં. ૪૮ માં શેઠ ચૂનીબાબુના મકાનમાં શ્રીકેસરિયાનું ઘરદેરાસર છે. (૪) હેરિસન રોડના નાકા ઉપર શેઠ જીવણલાલ પ્રતાપચંદનું ઘરદેરાસર ત્રીજે માળે છે. તેમાં શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુમૂર્તિ છે.
અહીં જેની રથયાત્રાને વરઘોડે કાર્તિક પૂર્ણિમાએ તુલાપટ્ટીના મોટા મંદિરથી ચડે છે અને આખા નગરમાં ફરતે ફરતે છેવટે કાર્તિક વદિ ૨ ના દિવસે મોટા મંદિરે પાછા આવે છે. આ વરઘોડાને જોવા માટે દૂરદૂરથી માણસે આવે છે. કવિવર નાનાલાલે કથન કર્યું છે કે “જેન વરઘોડો એટલે કલાસુંદરતા અને ધાર્મિકતાનું જણે નગરઘૂમતું પ્રદર્શન”—એ હકીક્ત આ વરઘોડાને જોઈને વધુ ચરિતાર્થ થતી જણાઈ આવે છે.
બરદ્ધાન :
કલકત્તાના ભાગે ગરદ્વાન મોટું સ્ટેશન છે. દાદર નદીના કિનારે વસેલું આ મોટું શહેર છે. અહીં આજે કે જેનની વસ્તી કે જૈન મંદિર નથી, પરંતુ પ્રાચીન લેખકોએ જે અસ્થિગ્રામને વર્ધમાન તરીકે ઓળખાવ્યું છે તે આ છારાનને અપભ્રંશ હોઈ શકે.
ભગવાન મહાવીરસ્વામીએ અસ્થિકગ્રામના શૂલપાણિ યંક્ષના ચૈત્યમાં રહીને વચાતુર્માસ્ય ગાયું હતું. એ સમયે ધ્યાન અવસ્થામાં ભગવાનને એ ચક્ષે ઉપદ્રવ કરી ભારે કષ્ટ આપ્યું હતું પરંતુ ભગવાન તેમના સ્થાનમાંથી ચલિત ન થવાથી આ ચક્ષુ ભારે પ્રભાવિત થયે હતે. આખરે ભગવાને તેને પ્રતિબોધ કર્યો હતે.
ભગવાને જે સ્થળે ચતુર્માસ ગાળ્યું હશે એ સ્થળે તેમના અનુયાયીઓ ઘણા હશે અને તેમના ઉપદેશથી બીજાઓ પ્રભાવિત થયા હશે. ભગવાને પવિત્ર કરેલા આ સ્થળને તીર્થરૂપ ગણી લેકેએ મંદિર આદિની રચનાઓ પણ કરી હશે પરંતુ આ શહેરમાં આજે છે જેનું નામનિશાન પણ નથી. પં. 'સૌભાગ્યવિજયજી સ્વયં આ. - બરહાન–વર્ધમાનને અસ્થિગ્રામ બતાવતાં શંકાશીલ બને છે. તેઓ કહે છે –