________________
-
wગેલા (નરસિંહપુર-મહિમાપુર
૨૬૩. કટગેલ—નરસિંહપુર
(કઠા નંબર: ૪૩૫૮) છયાગંજ સ્ટેશનથી ૨ માઈલ અને મહિમાપુરથી માઈલ દૂર નરસિંહપુર અથવા કટગોલા નામે મુર્શીદાબાનું પરું છે. આ વિસ્તાર રાય બાબુ લક્ષમીપતિસિંહજીના તાબે છે.
બાબુ લક્ષ્મીપતિસિંહજીના બે માઈલના વિસ્તારવાળા ઉધાનમાં જૈન મંદિર આવેલું છે. ઉદ્યાનમાં પ્રવેશ કરતાં અશ્વારૂઢ વિશાલકાય બાવલાં લેવાય છે. ઉદ્યાનમાં વાવડી, તળાવ, હેજ અને લતામંડપથી શણગારેલી વિવિધતાનું મને રમ દર્શન થાય છે. બાબુ શેઠના રાજશાહી ઠાઠથી ઝગમગતા ઉન્નત બંગલાઓ તેમાં શોભી રહ્યા છે. - આ ઉદ્યાનમાં જ શ્રી આદિનાથ ભગવાનનું ત્રણ શિખરવાળું ભવ્ય મંદિર દેવવિમાન જેવું શેભે છે. સં. ૧૯૩૩ માં રાય બાબુ લક્ષ્મીપતિસિંહજીએ માતા મહેતાબકુંવરબાની પ્રેરણાથી આ મંદિર બંધાવ્યું છે. આમાં પાષાણુની ૭, ધાતુની ૧૦, સ્ફટિકની ૩ અને ૨ ગુરુમૂર્તિઓ વિરાજમાન છે. એક અલગ ઘૂમટીમાં શ્રીજિનદત્તસૂરિ અને શ્રીજિનકુશળસૂરિની પાદુકાઓ પ્રતિષ્ઠિત છે.
અહીં હવે અસલની જાહોજલાલી વરતાતી નથી. જાણે ઉન્ડા નિશ્વાસ નાખતી નીરવ શાંતિ આ વિસ્તારને ઘેરી - વળી હોય એમ લેવાય છે.
૨૬૪. મહિમાપુર
(કોઠા નંબર: ૪૩૫૯-૪૩૬૦) નરસિંહપુરથી શા માઈલ દૂર મહિમાપુર નામે સુશીદાબાદનું પડ્યું છે. એક સમયે એની જાહોજલાલી અપૂર્વ • હતી. બંગાળના બેતાજ બાદશાહ ગણાતા જગતશેઠના નામની અહીં હાક વાગતી હતી. એમની અઢળક કમી અને -બુદ્ધિવભવના આકર્ષણથી રાજા-મહારાજ, શ્રીમંત-શ્રાવકે, પરદેશીસેદાગ અને ગરીબ ચાચકેની એમને ત્યાં • હમેશાં ભીડ જામેલી રહેતી. એમના ગુણાનુવાદથી અહીંનું વાતાવરણ ભર્યું ભર્યું લાગતું. કોઈ પણ માનવી એમના બારણેથી નિરાશ થઈને પાછા ફરતે નહિ; એવી એમની નામના હતી. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા નિહાલ નામના યતિએ રચેલી “બંગાલ-દેશી ગઝલ”માં જગતશેઠના સમયનું આબેહૂબ ચિત્ર ઉપસી આવતું જોવાય છે. તેઓ કહે છે – મહિમાપુર મહાઆબાદ, જિહાં જિનધરમકા વરસાદ જિહાં જગતજી શેઠ, આ ખલક જાકી ભેટ,
દીજૈ દાન જાકે દ્વાર, જાચિક કરે જેજેકાર. » એમણે બંગાલના રાજકારણમાં જે ભાગ લીધો હતે, તે ફળો સમાજ અને ધર્મમાં પણ આ હતે. એમની ઉદાત્ત ધર્મભાવના અને સંસ્કારના પ્રતીકસમું અહીં બંધાવેલું જિનમંદિર એમને વરેલી લક્ષ્મીની સાર્થકતા ઉચ્ચારી રહ્યું છે. -૧. જાણે એમના ધાર્મિક અભિલાષનું આગવું વ્યક્તિત્વ દાખવતું હોય એવું આ મંદિર આખુંચે કસોટીના પથ્થરને
બનાવેલું છે. કઠણ એવા કટીને પથ્થરમાં કેરણીની નાજુક્તાથી આ મંદિર સહામણું દીસે છે. આ દેશ કે પરદેશમાં કસોટીનું મંદિર ક્યાં બન્યું હોય એવું જાણવામાં નથી. આથી એમ કહી શકાય કે આના મોલિક કલ્પનાના સ્વામીએ ધાર્મિક ઈતિહાસમાં આ મંદિર દ્વારા પિતાની શ્રદ્ધાને અજોડ કીર્તિમારક ઉપર કળશ ચડાવ્યો છે.
જાણે કુદરતને સહન થયું ન હોય એમ ગંગાના પૂરમાં એનું સૌંદર્ય ભરપાઈ ગયું ને કાળની જીર્ણતાથી એનું - તેજ ઝંખવાયું હતું પરંતુ જગત શેઠ ફતેચંદજીએ સં. ૧૯૭૫ માં આ મંદિરને ઉદ્ધાર કરાવી ફરી એને દેદીપ્યમાન
બનાવ્યું છે. શિખરબંધી આ મંદિરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. આમાં પાષાણની કલ ૪. - -ધાતુની ૧૦ અને ટિકની ૧ પ્રતિમા છે. "