________________
જૈન તીર્થ સર્વસંગ્રહ ૨૫૬. અયોધ્યા
(કઠા નંબર:૪ર૮૫) અયોધ્યા સ્ટેશનથી ૧ માઈલ દૂર અયોધ્યા શહેર સરયૂ અને ઘાઘરા નદીના કિનારે વસેલું છે. ચોદમી શતાબ્દીમાં. થયેલા શ્રીજિનપ્રભસૂરિ “વિવિધતીર્થકલ્પ'માં પ્રાચીનકાળમાં અયોધ્યામાં બનેલી કેટલીક ઘટનાઓને નોંધતાં તેનાં પ્રાચીન આઠ નામ જણાવે છે. એ મુજબ ઈફવાકુભૂમિ, કેશલ, કેશલા, વિનીતા, અધ્યા , અવધ્યા, રામપુરી અને સાકેતપુર એવાં એનાં નામે હોવાનું જણાય છે. '
પુરાણકાળમાં કેશલ એક સમૃદ્ધ જનપદ તરીકે ખ્યાતિ પામેલે દેશ હ. એ જનપદના દક્ષિણ કેશલની રાજધાનીનું નગર અધ્યા હતું. અતિપ્રાચીનકાળમાં ઈક્વાકુભૂમિથી ઓળખાતી આ નગરીને સંબંધ જેને સાથે જાણીતા હિતે; એવું પ્રાચીન ગ્રંથોના ઉલ્લેખેથી જણાય છે. એ ઉલેખે મુજબ વિમલવાહન આદિ સાત કુલકરે આ ભૂમિમાં. થયા હતા. છેલ્લા કુલકર નાભિરાજના સમયમાં સમાજની સ્થિતિ તદ્દન જુદા પ્રકારની હતી, એ સમયે સ્ત્રી-પુરૂનાં યુગ્મ સાથે જ જન્મતાં, એકબીજાને પરણતાં અને નિર્વાણની અનંત શાંતિ પણ સાથે જ અનુભવતાં. દુ:ખ કે સંતાપ. આજના જેવા નહતા. એમના સમયમાં પ્રથમ વરસાદ વરસવા લાગ્યો. વૃક્ષ અને વેલ પિતાની મેળે ઊગવા માંડ્યાં.
એવા સમયે નાભિરાજના પુત્ર ઋષભદેવને અહીં જન્મ થયે. નાભિ કુલકરની સૂચનાથી લોકેએ તેમને રાજા બનાવ્યા. તેમના રાજ્યાભિષેક સમયે યુગલિકેએ પડિયામાં પાણી ભરી લાવી રાજા ઇષભદેવના અંગુઠે અભિષેક કર્યો. આ વિનયથી આ નગરીનું નામ “વિનીતા” પડ્યું. શ્રીષભદેવે પોતાના અનુભવજ્ઞાનથી લેકેને સંસારયાત્રાની રીત શીખવી. નીતિના પાયારૂપે પિતાના ઘેરથી જ તેમણે લગ્ન અને ગૃહજીવનની સ્થાપના કરી બતાવી. તળુસાર જેડકા. ભાઈ-બેનને પરણવાની ચાલી આવતી રૂઢિમાં તેમણે ફેરફાર કરી નવો ચીલે પાડ્યો. પોતાના પુત્ર ભરત સાથે બીજા પુત્ર બાહુબલિની જોડિયા બેન સુંદરીને અને બાહુબલિ સાથે ભારતની જોડિયા બેન બ્રાહ્મીને પરણાવી. પરિણામે મનુષ્યમાં વિષમતા આવી. નાત-જાત ઊભી થઈ. તેમજ ધન-સંપત્તિનું સર્જન થયું. બળ અને હકકની જરૂરિયાતને જન્મ થયે. આ માટે શ્રીષભદેવે વ્યવસ્થા કરી. કૃષિ, શિલ્પ, લિપિ અને વિદ્યાની શાખા-પ્રશાખાઓ વિકસાવી. ૪ષભદેવની પુત્રી બ્રાહ્મીના નામ ઉપરથી બ્રાહ્મીલિપિ અસ્તિત્વમાં આવી. - આ રીતે જ્ઞાન અને સંસ્કારને સૌ પહેલો પ્રકાશ આ ભૂમિમાંથી સર્વત્ર પ્રસર્યો. શ્રીષભદેવે અહીં જ દીક્ષા લઈ શ્રમUસંસ્કારનું જ્ઞાન વિસ્તાર્યું હતું. આ રીતભાતથી અહીંના નિવાસીઓ ઘણુ સંસ્કારી ગણાતા. આ જ કારણે આ નગર આદિતીર્થ અને આદિનગર તરીકે ખ્યાતિ પામ્યું.
વળી અહીંથી ઉત્તરદિશામાં બાર યોજન દૂર આવેલા અષ્ટાપદ પર્વત ઉપર ભગવાન આદીશ્વરનું નિર્વાણ થયું હતું. એ નિર્વાણ ભૂમિમાં ભરત ચક્રવર્તીએ “સિંહનિષદ્યા” નામનું ઊંચું અને વિશાળ જિનમંદિર બંધાવ્યું હતું. અયોધ્યા નિવાસીઓ આ અષ્ટાપદની નજીકની ભૂમિમાં કીડા કરતા હતા. એક ઉલ્લેખથી જણાય છે કે, અયોધ્યામાં આવતસ્વામીની પ્રતિમા હતી. આ રીતે પણ આ નગરની આદિતીર્થ તરીકેની નામના સાર્થક હતી.
શ્રી આદિનાથની માફક બીજા તીર્થકર શ્રીઅજિતનાથ, ચેથા તીર્થકર શ્રીઅભિનંદસ્વામી, પાંચમા તીર્થંકર શ્રીસુમતિનાથ, ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ અને ભગવાન મહાવીર સ્વામીના નવમા ગણધર શ્રીઅલભ્રાતા વગેરેના જન્મથી પણ આ ભૂમિ પવિત્ર બની હતી.
શ્રીરામચંદ્રના સમયે આ નગરી અયોધ્યા નામે ખ્યાતિ પામી. “રામાયણ”ની અયોધ્યાથી કન્ય માનવી અજાણ હશે ? “રામાયણ’ના વર્ણન મુજબ સરયૂનદીના કિનારે આવેલી આ નગરી ધન-ધાન્યથી પરિપૂર્ણ હતી. અહીંના માર્ગો સુંદર હતા. અનેક શિલ્પીઓ અને દેશ-વિદેશના વેપારીઓ અહીં વસતા હતા. અહીંના લેકે પરાક્રમી, સમૃદ્ધ, ધમોત્મા અને દીર્ધાયુ હતા. તેમને અનેક પુત્ર-પૌત્ર હતા.
પાણીના પ્રથી ડૂબી જતી અધ્યાને સતી સીતાએ પોતાના શિયલના પ્રભાવથી બચાવી લીધી હતી. અહીં થયેલા હરિશ્ચંદ્ર રાજએ પિતાનું વચન પાળવા કાશીમાં ચંડાલને ત્યાં સેવા બજાવી હતી.