________________
જૈન તીર્થ સર્વસંગ્રહ નગરીની સમૃદ્ધિનું ગૌરવભર્યું આલેખન કરેલું છે. આનાં ગયપુર, ગજપુર, નાગાલૅય, નાગાલૅય, નાગપુર, હસ્થિર, હWિણુઉર, હત્થિણાપુર, હસ્તિનાપુર, હસ્તિનાપુર, હસ્તિનાપુર આદિ નામે ઉલ્લેખાયાં છે. ગજ, નાગ અને હસ્તિ એ બધાં હાથીવાચી નામ ઉપરથી હસ્તિનાપુરનાં નામે કલ્પાયેલાં છે.
ભગવાન ઋષભદેવે અયોધ્યામાં દીક્ષા લઈ અહિંસા, સત્ય અને ત્યાગને સંદેશે ઘેર ઘેર પહોંચાડવા ત્યાંથી દેશ, નગર અને ગામે ગામ પાદવિહાર કર્યો. ફરતા ફરતા તેઓ હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે તેમને વરી તપ હતું. અક્ષય તૃતીયાના દિવસે શ્રીશ્રેયાંસકુમારે ખૂળ ભક્તિથી તેમને શેરડીને રસ વહેરાવી વષીતપનું પારણું કરાવ્યું હતું. એ દિવસથી
અક્ષયતૃતીયા નું પર્વ અસ્તિત્વમાં આવ્યું. આજે પણ દાનની જે પ્રથા જૈનમાં ચાલુ રહેલી છે તે આ શ્રેયાંસકુમારથી ચાલુ કરવામાં આવી એમ મનાય છે. એ ઘટનાના સ્મરણરૂપે શ્રીગેયાંસકુમારે અહીં એક માણિજ્યમય સ્તૂપ બંધાવી, તેમાં શ્રીકાષભદેવ ભગવાનની ચરણપાદુકા પધરાવી હતી, એ પ્રાચીન સમયથી વળતયનું પારણું કરવા હજારો ચાવીઓ અહીં આવતા અને આ તીર્થભૂમિનાં દર્શન કરી કૃતાર્થતા અનુભવતા. જેનધર્મના કેદ્રધામની આ ઘટનાનાં મરણીય અમી જેનેના હૃદયમાં આજે પણ સુકાયાં નથી.
એ પછી તે ઘણા તીર્થકરો આ ભૂમિમાં વિહાર કરી જનતાને જૈનધર્મના ઉપદેશથી સંસકારી બનાવતા રહ્યા. જેન પરંપરા કહે છે કે, પ્રાચીનકાળે ભારતમાં જે ૧૨ ચક્રવતી રાજાએ થયા છે, તેમાંના ૬ ચક્રવર્તી રાજાઓની રાજધાની આ નગરમાં જ હતી. ૧. શ્રીસનતકુમાર, ૨. શ્રી શાંતિનાથ, ૩. શ્રીકુંથુનાથ, ૪. શ્રીઅરનાથ, ૫. શ્રીભૂમ, અને ૬. શ્રીમહાપદ્મ. આ છ પૈકી બીજા, ત્રીજા અને ચોથા નંબરના ચક્રવતીઓ તીર્થકર થયા છે.
પાંચમા સૈકા લગભગમાં રચાયેલા “વસુદેવહિંડી” નામના ગ્રંથમાં ઉલ્લેખ છે કે “કુરજનપદ (બ્રહ્મલ)માં હસ્તિનાપુરના રાજા વિશ્વસેન હતા. આ વિશ્વસેન સેળમાં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનના પિતા હતા; જેઓ ઇતિહાસકાળ પહેલાં થઈ ગયા.
સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ, સત્તરમાં શ્રી કુંથુનાથ, અને અઢારમા શ્રીઅરનાથ ભગવાનનાં ચાર-ચાર કલ્યાણુકેની ઘટના આ નગરમાં બની હતી, ઓગણીસમા શ્રીમલ્લિનાથ ભગવાન આ નગરમાં પધાર્યા હતા, જેમણે ૬ રાજાઓને પ્રતિબધ કરી જેનધમી બનાવ્યા હતા, અને વસમા શ્રીમુનિસુવ્રતસ્વામીએ આ ભૂમિમાં સંચરી સાત કરોડ સેનામહારના ધણી ગંગદત્ત શેઠ અને કાર્તિકસ્વામીને સંયમને માર્ગ ગ્રહણ કરાવ્યે હતો. તેવીસમા શ્રી પાર્શ્વનાથ ભગવાન અહીં પધાર્યા હતા અને ગ્રેવીસમા શ્રી મહાવીર સ્વામી પણ એ તીર્થકરના પગલે ચાલી આ નગરમાં આવ્યા ત્યારે પિટિલ અને શિવરાજને દીક્ષા આપી હતી.'
“રામાયણ”કાળના પશુરામ અહીં થયા હતા, અને “મહાભારત કાળમાં પાંડની રાજધાનીનું આ નગર હતું. એ સમયે આ નગર વિશાળ હતું એમાં શક નથી પણ કૌરવ-પાંડની લડાઈનું એ ભોગ બનતાં વેરાન થયું. એ પછી આ નગર વસ્યું અને ઉજજડ બન્યું એવી હકીક્ત સાંપડે છે
ચોદમાં સકાના યાત્રી શ્રીજિનપ્રભસૂરિએ આ તીર્થ વિશે “વિવિધતીર્થક૯૫માં નેવું છે કે, “ હસ્તિનાપુર ભાગીરથીના તીરે આવેલું છે અને એ નદીકિનારે શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રીઅરનાથ શ્રીમહિલનાથ અને અંબાદેવીનાં એમ ૫ સુંદર મંદિરો ઊભાં છે.. લગભગ એ જ સમયમાં પેથડ મંત્રીએ જુદા જુદા સ્થળે બંધાવેલાં ૮૪ જિનમંદિરો પૈકી એક જૈનમંદિર અહીં પણ બંધાવ્યું હતું.”
સત્તરમા સૈકાના યાત્રી શ્રીવિજયસાગરે આ ભૂમિમાં વિહાર કર્યો ત્યારે અહીં પ પ અને પ મૂર્તિઓ હેવાને ઉલ્લેખ આ રીતે કર્યો છે – .
૧. “જ્ઞાતાધર્મકથા.” 2. “Sit. Amarchand-“ Hastinapur." Jain Cultural Socity, Banaras. ૩. “વિવિધતીર્થકલ્પ” પૃ. ૯૪. ૪. ગુર્નાવલી, કઃ ... .