________________
સમેતશિખર વર્ણને શ્રીજયકીર્તિએ “સમેતશિખર રાસમાં વિશદ રીતે કર્યું છે. તે પછી તે ઘણા સંઘ અને યાત્રીઓ આ તીર્થમાં આવ્યાની નોંધ તીર્થમાળાઓ આપે છે. સત્તરમા સૈકાના પં. શ્રીયવિજયજી આ તીર્થનું વર્ણન કરતાં અને મહિમા શત્રુંજય જે આંકતાં કહે છે–
સમાચલ શત્રુંજય તેલ, સીમંધર જિનવર એમ બેલઈ, એહ વયણ નવિ લઈ ત્યારે અઢારમા સૈકાને પં. વિજ્યસાગરજી આ તીર્થને શત્રુંજય કરતાં પણ વધુ મહત્તા આપતાં કહે છે–
અધિકે એ ગિરિ ગિરૂઅડ, શયથી જા .” આ બંને યાત્રી કવિઓએ સમેતશિખરની આસપાસના મનુષ્ય અને ભૂમિની રસાલતાનું જે વર્ણન કર્યું છે તે એ વખતની સ્થિતિનું ભાન કરાવે છે. આ કવિઓએ કરેલા વર્ણનને સાર આ પ્રમાણે છે:
અહીંના લોક લંગોટિયા છે, માથું ઉઘાડું રાખે છે, માથે વાળનાં ગૂંચળાં વધારે છે. સ્ત્રીઓ કાંચળીઓ પહેરતી નથી, કાંચળી નામથી તે ત્યાં ગાળ માનવામાં આવે છે. સ્ત્રીઓ કદરૂપી-ભૂતડા જેવી લાગે છે. માથું ઢાંકેલી કે સ્ત્રીને તેઓ જુએ છે ત્યારે તેમને બહુ આશ્ચર્ય થાય છે. ત્યાંના ભીલે હાથમાં ધનુષ્ય અને બાણ લઈ ફરે છે.
એ પછી આગળ જતાં આ કવિઓએ અહીંની રસાલ ભૂમિનું સ્વાભાવિક વર્ણન કરી આ દેશમાં થતાં ફળ, ફૂલ અને ઔષધાદિ તેમજ પંખીએ, પશુઓ અને ઝરણુંઓ વગેરેનું મનહર વર્ણન કર્યું છે.
સમેતશિખરની યાત્રાએ જનારાઓને તે સમયમાં રાજાની સમ્મતિ મેળવવી પડતી હતી એવું તીર્થમાળાઓ પરથી જણાય છે. એક યાત્રો કવિ કહે છે કે, બંગાળમાં આવેલા ઝરિયા ગામમાં રઘુનાથસિંહ રાજા રાજ્ય કરે છે. તેના દીવાનનું નામ સેમદાસ છે. સમેતશિખરની યાત્રાએ જતાં જે કંઈ યાત્રી અહીં આવે છે તેની પાસેથી અડધે રૂપિયા લઈને તેને આગળ જવા દે છે. વચમાં દલાલે પણું ફર્યા કરે છે. તેઓ કહે છે કે – “શ્રી પાર્શ્વનાથના પાળેલા અમે ૨ખવાળ છીએ. તમે સ ઘ લઈને આવ્યા છેમાટે જે કઈ લાવ્યા છે તે અમને આપે.”
આગળ જતાં આ કવિ જણાવે છે કે, કતરાસના રાજા કૃષ્ણસિંહ પણ દાણ લે છે. વળી, સમેતશિખરની તળેટીમાં રઘનાથપરા ગામ છે. અહીંથી બે ગાઉ સપાટ જમીન પર ચાલ્યા પછી પહાડને ચડાવ આવે છે; એમ પણ કવિએ સાચું છે. આ પછી કવિ આખી એક ઢાળમાં આ મનહર અને રસાળ પહાડનું વર્ણન કરી પહાડમાં થતી વનસ્પતિઓ, વાઘ, સિંહ વગેરે કેવાં કેવાં જાનવરે આ જંગલમાં રહે છે તે પણ નેધે છે.
આજે પણ આ પર્વત સઘન વનરાજિથી વીંટાયેલે છે. અહીંની ભૂમિમાં મોટી મોટી હરડે, ધળી મુસળી, વસનાગ. વરાધનાં પાંદડાં, આમળાં અને ભીલામાં પુષ્કળ પ્રમાણમાં પાકે છે. આજે જેનું આપણને જ્ઞાન રહ્યું નથી એવી ચમત્કારિક ઔષધિઓને આ ભૂમિ ભંડાર છે એમ કહીએ તો ચાલે. વસ્તુત: અહીં રત્નગર્ભા વસુંધરાનું અજાયબીભર્યું દર્શન થાય છે.
કઇ કઇ ઠેકાણે ગુફાઓ છે. પહેલાં આ પર્વતની શ્રેણિઓમાં હાથીનાં ઝુંડ વસતાં હતાં એમ કહેવાય છે. આજે તે તા. સાબર, રીંછ, વાઘ વગેરે પ્રાણીઓ અવારનવાર જોવામાં આવે છે પરંતુ આજ સુધી કોઈ યાત્રીને હેરાન કર્યા હોય એવું સાંભળવામાં આવ્યું નથી.
આ ગિરિરાજની ઊંચાઈ સમુદ્ર સપાટીથી ૪૪૮૧ ફીટની છે. પં. શીલવિજયજી “તીર્થમાળા માં નેધે છે કે-“આ પહાડ સાત કેશ ઊંચે અને પાંચ કેશ પહોળો છે.”
આ તરફના પ્રદેશમાં રહેનારા રજપૂત અને ભીલે વગેરે આ “પારસનાથ પ્રભુને મહાદેવ–મોટા દેવ તરીકે માને
૩. જૈન સત્ય પ્રકાશ” વર્ષઃ ૭, અંક: ૧૦-૧૧માં પ્રસિદ્ધ થયેલ સાર જુઓ.
પ૭