________________
જૈન તીર્થ સર્વસંગ્રહ ૪૩૮ અધિકાર હતું એમ ઈતિહાસમાંથી જાણવા મળે છે, પરંતુ એટલા પ્રાચીન કાળનાં કઈ અવશે જોવા મળતા નથી. વિદેશી સંશોધક ડેકુહરરની નેંધથી જાણવા મળે છે કે, મંગલેએ અહીં રાજકીય અડ્ડો જમાવ્યું એ પહેલાંનાં કેટલાંક મળી આવેલાં અવશેષમાં એક પ્રાચીન જૈનમંદિરના થાંભલા અને શિલાલેખવાળી મૂર્તિ મળી આવી છે. નદી અને તે તરફને કિલ્લાનો દરવાજો એ બેની વચ્ચે તંભેની હાર ઊભી હતી અને કાળા-ભૂરા પથ્થરમાં બહુ પરિશ્રમપૂર્વક ઘડાયેલી નકશીદાર વિશાળકાય મૂર્તિ એ સ્થળેથી મળી આવી. એ મૂર્તિ વીસમા તીર્થકર મુનિસુવ્રતસ્વામીની છે. તેના ઉપર કુટિલ લિપિમાં એ મૂર્તિ સમર્પણ કર્યાને સં. ૧૦૬૩ ને લેખ છે. એ સ્તંભાવલી આ સ્થળે ઊભેલા જૈનમંદિરની છે, એમાં સંદેહ નથી. કિલ્લે બંધાવતાં એ મંદિર પાડી નાખવામાં આવ્યું હશે, એમ તેઓ જણાવે છે. શોધવામાં આવે તે આ સિવાય બીજો અવશે પણ મળી આવવા સંભવ છે.
આ હકીકત દશમી-અગિયારમી સદીમાં અહીંના જૈન સમાજની સમૃદ્ધ સ્થિતિનું અનુમાન કરવા માટે પૂરતી ગણાય.
એ પછી પંદરમી શતાબ્દીમાં બહલેલ લેદીએ આ નવીન શહેર આગરાને પાયે નાખે અને તેના પુત્ર સીકંદર લેદીએ આ નગરીને ભારતની પાટનગરીનું સોભાગ્ય અપર્યું ત્યારથી એનાં રૂપરંગ બદલાવા લાગ્યાં. બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંના સમયમાં તે અહીં લક્ષ્મીની છોળો ઊડી રહી હતી. આજે એ સમૃદ્ધિ તે કાળની ઓટમાં ઓસરી ગઈ છે, છતાં એ બાદશાહી ત્રિપુટીએ સજેલી વિવિધ ઈમારતમાં એમના સમ્રાપણાની ગોરવ ગરિમા આજે પણ કલ્પી શકાય છે. અહીંના અકબરાબાદ” નામે પ્રસિદ્ધિ પામેલા કિલાની પ્રચંડ વિરાટતા, શિપસમ્રાટ તાજમહેલની કળામય અદ્ભુત સૌંદર્યવિભૂતિ, ઈતમદ્દોલા કે અકબરની કબર: ગમે તે જુઓ તે એ બાદશાહની ભાવના એમાં ડોકિયાં કરી રહી હોય એમ જણશે. એ બધી જેવાલાયક ગણાતી ઈમારત પાછળ એ બાદશાહએ સામ્રાજ્યની અનર્ગલ સંપત્તિને છૂટે હાથે ઉપગ કરી પિતાના કૌટુંબિક સંસારની વાસનાકથાનાં ભવ્ય સ્મારકે ઊભાં કર્યા છે. એ જોઈ એમાંથી કઈ સાત્વિક પ્રેરણા સ્કરે એવી આશા રાખી શકાય નહિ. એ માટે તે એ બાદશાહની ધર્મજિજ્ઞાર તે જેને સાથેના તેમના ગાઢ સંપર્કને ખ્યાલ આવે. ઈતિહાસનાં ખુદ પ્રમાણે આપણને સમ્રાટ અકબર અને જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિના મિલનપ્રસંગની યાદ આપે છે. શ્રી હીરવિજયસૂરિ બાદશાહ અકબરને ફતેપુરસિકીમાં સં. ૧૬૩૯ માં મળ્યા અને તેમને જેનધર્મના સ્વરૂપથી વાકેફ કર્યા એટલું જ નહિ; તેમાં તેને રસ ઉત્પન્ન કર્યો. અકબરે એ સૂરીશ્વરને પિતાના વિદ્વદરબારમાં માનભર્યું સ્થાન આપી “જગદ્ગુરુ ની પદવીથી નવાજ્યા. સૂરીશ્વરે તેને માંસાહારમાંથી અટકાવવા પ્રયત્ન કર્યો અને પર્વતિથિના દિવસોમાં સમસ્ત રાજ્યમાં અમારિપટ વગડાવવાનાં ફરમાનો મેળવી લીધાં. વળી, બૂદપરસ્ત બાદશાહથી ગૂંગળાતા જેન ભક્તો માટે યાત્રીઓને હરેક પ્રકારે છૂટછાટ આપવાના પરવાના પણ પ્રાપ્ત કર્યા. અકબરે જે ધર્મને રસાસ્વાદ ચાખે તે તેના પુત્ર જહાંગીર અને પૌત્ર શાહજહાંએ વારસામાં સાચવી રાખે. શ્રીહીરવિજયસૂરિના શિષ્ય-પ્રશિષ્યએ તેમના દરબારમાં પણ ધર્મગુરુ તરીકેનું સ્થાન એ જ રીતે સાચવી રાખ્યું હતું. આ વિશે કેટલાયે પ્રાચીન એતિહાસિક ગ્રંથમાંથી વિસ્તૃત માહિતી સાંપડે છે. શ્રીવિવેકહર્ષગણીએ સં. ૧૬૬૮ માં બાદશાહ જહાંગીર પાસેથી મેળવેલા ફરમાનનું એક ચિત્રપટ, જે શાહી ચિત્રકાર શાલિવાહન ઉસ્તાદે ચીતર્યું છે તેના ઉપરથી પણ આ હકીક્તને હૂબહુ ચિતાર મળી રહે છે અને બાદશાહ પાસેથી મેળવાયેલાં એ ફરમાને પણ પ્રગટ થઈ ચૂક્યાં છે.
મતલબ કે, અકબર બાદશાહ સાથે ફતેપુરસિકીમાં થયેલા સુભગ મિલન પછી તરત જ સૂરીશ્વરે આગરાની ભૂમિમાં પદાર્પણ કર્યું અને તેમની સમક્ષ કેટલાંયે જૈન મંદિરે ઊભાં થયાં, જેની પ્રતિષ્ઠા તેમણે પિતે કરી એવી હકીક્ત તીર્થમાળા નેધે છે. શ્રેષ્ઠી માનસિંહ, સંઘવી ચંદ્રપાલ, શ્રીહીરાનંદ મુકીમ વગેરે જે શ્રાવકે રાજ્યમાં અગ્રગણ્ય હતા તેમણે વિશાળ જિનમંદિર બંધાવી સૂરીશ્વર પાસે પ્રતિષ્ઠા કરાવી. શિલાલેખેથી જણાય છે કે, થાનસિંહ અને દર્જનશલ્ય નામના શ્રાવકે એ ભરાવેલાં કેટલાંયે બની પ્રતિષ્ઠા શ્રીહીરવિજયસૂરિએ કરી હતી. વળી, જહાંગીરના માનીતા મંત્રીઓ કુંરપાલ અને સેનપાલે શ્રીશ્રેયાંસપ્રભુનું ભવ્ય મંદિર બંધાવી તેની તથા ૪૫ જિનપ્રતિમાઓની
1. A. Fuhrer: 'Archaeological Survey of India' (New Series) Vol. ii. ૨. “સુરીશ્વર અને સમ્રાટ ફરમાને સાથે. ૩. “ક્ષારસ કેશ' ફરમાન સાથે; અને “Comiserief: The Imperial Mughal Farmans in Gujrat.' ૪. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહમાં શ્રી સૌભાવિત “તીર્થમાળા' પૃ. ૭૩, ૭૪.