________________
અનારસ
૪૩૫ સિદ્ધ થાય છે કે એ કાળમાં વારાણસી શ્રમણનું કેન્દ્રધામ હતું અને બનારસથી લઈને સમેતશિખર સુધી પ્રદેશ એસની ઉપદેશવાણીથી પ્રભાવિત થયે હતે. ભગવાન મહાવીર પણ ભગવાન પાર્શ્વનાથના પંથે એ જ મહાન ધર્મના પુરસ્કર્તા હતા. એમના સમયમાં આ નગરી મલકી જાતિના રાજાઓની રાજધાની હતી. મહારાજા શ્રેણિકને આ નગરી પહેરામણમાં મળી હતી, એ ઉલ્લેખ આગમગ્રંથમાં આવે છે. ભગવાન મહાવીરના સમયે એ પ્રભાવે એકસરૂપ લીધું અને તેને વિકાસ થયે. દશાશ્વમેધઘાટ એ વાતની સાખ પૂરી રહ્યો છે.
ભગવાન પાર્શ્વનાથના વખતમાં અહીં અશ્વમેધ યોની ધૂમ મચેલી હતી. પરંતુ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મહાવીર સ્વામીના ઉપદેશના જ કારણે એ ય અહિંસારૂપમાં પરિવર્તન પામ્યા. વૈદિક લેકે આજે પણ મુમુક્ષુ ભાવનાથી પિતાનું અંતિમ જીવન આ સ્થળે સમર્પણ કરવાની ભાવના રાખે છે. આ આદર્શ એ જ બ્રાહ્મણ સંસ્કૃતિ ઉપર શ્રમણસંસ્કૃતિના વિજયનું ચિહ્ન છે. વસ્તુતઃ જૈન સંસ્કૃતિએ પિતાને અહીં પ્રભાવ પાથર્યો ત્યારે બીજી સંસ્કૃતિએને માટે આ સ્થાન આકર્ષણનું કારણ બન્યું એમ કહેવામાં ઐતિહાસિક દૃષ્ટિએ બાધ નથી...
એ પછી જેનેને આ કેંદ્રધામની મહત્તા ક્યારે ઘટવા માંડી એ જાણી શકાતું નથી.
કાશી આજે તે હિંદુધર્મનું મોટું તીર્થસ્થળ છે. કાશીવિશ્વનાથનું પ્રસિદ્ધ મંદિર તેમનું યાત્રાધામ છે. વિવિધતીર્થકલ્પકાર શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે, “વિશ્વનાથ મંદિરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ છે.” આ તીર્થધામ પાસે એક મસ્જિદ છે, તેને વિશે કહેવાય છે કે તે અસલ શિવાલય હતું પરંતુ સ્થાપત્યની દૃષ્ટિએ જેનારને એમાંની જેન શેલી નજરે પડયા વિના રહેતી નથી.
વસ્તુતઃ કાળ-ઘટનાએ આયોવની અંદર ઘણુ ઘણુ રંગ બનાવ્યા છે. કેણ જાણે કેટલાયે પલટા આવી ગયા -અને એ પલટામાં જૈન, બૌદ્ધ અને શૈવ મંદિરે પલટાતાં જ રહ્યાં. કોઈ કાળે ત્યાં જૈન મંદિર હોય ત્યાં શિવ મંદિર બની જાય અને શિવ મંદિર હોય ત્યાં મસ્જિદ બને. રાજકાંતિઓ અને આક્રમણના સમયમાં એમ બને એ સ્વાભાવિક છે.
ભારતની પ્રાચીન વિદ્યાઓની પરંપરાને સાચવી રાખનારા સમર્થ પંડિતે અહીં જ મળી આવે છે. આથી જ દશન. વ્યાકરણ, તિષ, આયુર્વેદ વગેરે વિદ્યાઓનું આ પીઠ છે. એના એવા ગુણેથી જ એ ભારતનું મસ્તક ગણાય એમાં -નવાઈ નથી. ભારતના વિશ્વવિદ્યાલયમાં અહેંના હિંદુ વિશ્વવિદ્યાલયનું સ્થાન મોખરે છે. આ વિશ્વવિદ્યાલયમાં જૈન સાહિત્યના અભ્યાસ માટે પણ પૂરતી સગવડ છે.
ચૌદમા સૈકાના શ્રીજિનપ્રભસૂરિ અહીં આવ્યા ત્યારે આ નગરી ચાર વિભાગમાં વહેંચાયેલી હતી. ૧. દેવ-વારા-સી, ત્યાં વિશ્વનાથનું પ્રાચીન મંદિર હતું. ૨. રાજધાની-વારાણસી, જ્યાં યવન-મુસલમાન લેકે અધિક વસેલા હતા. ૩. મદન-વારાણસી, જે આજકાલ મદનપુરાના નામે ઓળખાતે ભાગ છે તે જ હોવો જોઈએ. ૪. વિજય-વારાણસી.
ત્યાં ભેલપરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જૈનમંદિર છે, તે હોવી જોઈએ; કેમકે શ્રીજિનપ્રભસૂરિ શ્રી પાર્શ્વનાથના તીર્થ પાસે તળાવ હોવાનું કહે છે. આજે પણ તેની પાછળ તળાવ છે.
: એ પછી આ સ્થળ ઉપર બ્રાહ્મણનું વર્ચસ જામ્યું હશે એમ લાગે છે કેમકે સત્તરમાં સકાના એક જૈન કવિએ ઉચ્ચાર્યું છે કે
કેસ ચ્ચાલીસ પ્રયાગથી રે, વારાણસી વિખ્યાત અંતરાલ એ દેશની રે, ડીસી હું વાત રે.
ખ્ય નગર સોહામ, વણારસી વિલાસ; ધવલહે વખાણના, ઉચા અતિવિશે. તિણ નગરી ભેલપુર, તિહાં ભાટનાં ગેહ પ્રતિમા પાસ જિjદની, પૂજે પૂરણ નેહરુ
આ કીકત ઉપરથી જણાય છે કે, જ્યારે અહીં વૈદિક મતાનુયાયીઓનું ખૂબ જોર હતું ત્યારે જૈન મંદિર બાંધવાની પરવાનગી મળી શકતી નહિ અને મંદિર બંધાય તે બીજે જ દિવસે જમીનદોસ્ત બને એવી વિષમ સ્થિતિ હતી. એ
૨ ૨ ભાટ લેકો અહીં રહેતા તેઓ ભગવાનની મૂર્તિ રાખતા અને આજે ત્યાં ભેલપુર તીર્થ છે ત્યાં એક વડની નીચે પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપન કરીને જેન યાત્રીઓ પૂજા કરતા હતા. :
જૈન કથા મુજબ શ્રી પાર્શ્વનાથ ભગવાને અજ્ઞાન તપસ્યા કરતા કમઠ જોગીને તાપણામાંથી મળતા નાગને બચાવ્યા