________________
૪૩ર
જૈન તીર્થ સર્વસંગ્રહ વૃષ્ણિ થયે, તેને ભદ્રા રાણીથી સમુદ્રવિજય વગેરે દશ પુત્ર અને કુંતી તથા માદ્રી નામે બે કન્યાઓ થઈ. વરને પુત્ર ભેજવૃષ્ણિ થયે. તેને પુત્ર ઉગ્રસેન થ અને ઉગ્રસેનને બંધુ, સુબંધુ તેમજ કંસ વગેરે છ પુત્રો થયા હતા.”
| શ્રીહેમચંદ્રાચાર્ય પિતાના “ત્રિષષ્ટિશાલાકાપુરૂષચરિત ગ્રંથમાં સેરીએ શૌરીપુર વસાવ્યાનું જણાવી વિશેષમાં ઊમેરે છે તેને સાર એ છે કે, સમુદ્રવિજય શૌરીપુરીમાં અને કંસ મથુરામાં રાજ્ય કરતા હતાસમુદ્રવિજયના પુત્ર શ્રીનેમિનાથ હતા અને કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. શ્રીકૃષ્ણ કંસને મારીને મથુરાનું રાજ્ય હાથ કર્યું પરંતુ મગધના પરાક્રમી જરાસંધ રાજાના ભયથી શ્રીકૃષ્ણ અને સમુદ્રવિજય વગેરે યાદ પશ્ચિમમાં સૌરાષ્ટ્રની દ્વારિકા નગરીમાં જઈને વસ્યા. એ સમયે અનેક જૈન કુટુંબે તેમની સાથે ગયા હશે અને તેથી જ સૌરાષ્ટ્રમાં જેનો પ્રવેશ શ્રીને મનાથ અને શ્રીકૃષ્ણના જેટલું જ પ્રાચીન ગણાય.
ભગવાન મહાવીર સ્વામી આ ભૂમિમાં આવ્યા હતા. એમના સમયમાં આ નગરને રાજ સોર્યદત્ત નામે હતો. અહીંના સૌર્યાવર્તસક ઉદ્યાનમાં ભગવાન મહાવીરે એક માછીમારના પૂર્વ ભવેનું વર્ણન કહી સંભળાવ્યું હતું.'
ભગવાન મહાવીર સ્વામી અને તે પછીના સમયમાં અનેક પ્રભાવશાળી સૂરિપુંગવે આ તીર્થની યાત્રા કરતા ને જીવનને કતાર્થ બનાવતા પણ એ સમયની ઘટનાઓ ઉપર અજવાળું પાડે એવી માહિતી મળી શકતી નથી. સમેતશિખર તીર્થની યાત્રા કરનારાઓ આ તીર્થભૂમિને વીસરતા નહેતા એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. શ્રીબમ્પટ્ટિસૂરિએ (સ્વર્ગ નં. ૮૫) મથુરા તીર્થને ઉદ્ધાર કર્યો એ સમયે શૌરીપુરને પણ ઉદ્ધાર કરાવ્યું હતું. એ પછી શ્રીવિમલચંદ્રસૂરિ (સ્વર્ગ નં. ૯૧), શ્રીઉદ્યોતનસૂરિ (સં. ૯૪), શ્રીનેમિચંદ્રસૂરિ (સં. ૧૧૦૨), શ્રીદેવેન્દ્રસૂરિ (તેરમે સકે) વગેરે પ્રભાવશાળી આચાર્યો સમેત શિખરની યાત્રાએ જતાં આ શૌરીપુરમાં આવ્યા હતા. ચૌદમા સૈકાના શ્રીજિનપ્રભસૂરિપિતાના “વિવિધતીર્થકલ્પ'માં નેધે છે કે,–“જ્ઞપુરે શનિની..........શ્રી નેમિનાથઃ” અર્થાત-શૌરીપુરમાં શંખ રાજાએ (ઉદ્ધાર) કરાવેલા જિનાલયમાં શ્રી નેમિનાથ ભગવાન છે.
એ પછીને શોરપુરનો ઈતિહાસ અંધારામાં છે. લગભગ સત્તરમી શતાબ્દીમાં સંઘવી સેહિલ, જે “હીરસૌભાગ્ય મહાકાવ્ય 'કાર શ્રીસિંહવિમલગણિના પિતામહ થતા તેમણે, શૌરીપુરને સંઘ કાઢવ્યો હતે. તેમાં અનેક સાધુ-સાવી, શ્રાવક અને શ્રાવિકાઓ હતાં. સંઘવી સેહિલે શ્રીનેમિનાથ ભગવાનની એક મૂર્તિ ભરાવી હતી પરંતુ તેની અંજનશલાકા થઈ શકી નહતી. છેવટે સમ્રાટ અકબરને પ્રતિબંધ કરવા ફતેપુરસિકમાં અને તે પછી આગરામાં ચાતુર્માસ
સં. ૧૬૩૯ માં આવેલા શ્રીહીરવિજયસૂરિ સં. ૧૬૪૦ માં શૌરીપુર તીર્થની યાત્રાએ સંઘ સાથે પધાર્યા ત્યારે તેમણે સં. સેહિલે ભરાવેલી મૂર્તિની અંજનશલાકા કરી પ્રતિષ્ઠા કરી અને શ્રી નેમિનાથ ભગવાનની ચરણપાદુકા પણ તેમાં પધરાવી હતી.
સં. ૧૯૬૨ માં શ્રીહીરવિજયસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી, તેમના શિષ્ય શ્રી જયવિજયજી પૂર્વ દેશની યાત્રા કરવા ગયા ત્યારે તેમણે શોરીપુરમાં સાત વેતાંબર મંદિર હોવાની નોંધ કરી છે
“શ્રીનિવર પ્રાસાદ સાત પૂજી બહુ ભગત જનમભૂમિ પ્રભુ નેમિની પ્રણમી બહુ જુગતિ »
એ પછી સં. ૧૯૬૭ માં શ્રીવિવેકહર્ષગણિ શૌરીપુર પધાર્યા હતા અને તેમણે ઘણી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. સં. ૧૬૬૮ માં શ્રીજિનચંદ્રસૂરિ, સં. ૧૬૭૧ માં શ્રીસહજસાગર ગણિ, પં. વિજયસાગર, પં, હેતુસાગર ગણિ વગેરે સાથે આગરાથી શૌરીપુરની યાત્રાએ પધાર્યા હતા, એ જ સમયમાં શ્રી કલ્યાણસાગરજીએ પણ યાત્રા કરી
૨. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ' પર્વ ૮, સર્ગ ૨, પૃ. ૨૦. ૩. “Historical quarterly': Vol, 10, No. 3, P. 542. ૪. પં. બેચરદાસ કૃત–“ભગવતી સૂત્ર’ અનુવાદ, ભા. ૨ પૃ.૧૩૯, ૧૪૦, ટિપ્પણ. ૫. “વિતાવશ્યક ભાષ્ય ' કેત્યાચાર્ય વૃત્તિ, પૃ૦ ૧૪૨.. . *