________________
૪૦૮
જેન તીર્થ સર્વસંગ્રહ આજે અહીં જે સ્થળે જૈન મંદિર ઊભું છે ત્યાં આસપાસ જંગલ અને ઝાડીમાં પહેલાં એક નાનકડું મંદિર જીર્ણશીર્ણ બનેલું હતું, તેમાં એક જેની પ્રતિમા ધૂળમાં અડધી દટાયેલી અવસ્થામાં જોવાતી હતી. ગામડિયા લેકે તેને કેસરિયા બાબા” નામે ઓળખતા અને પોતપોતાની શ્રદ્ધા મુજબ સિંદૂર વગેરે ચડાવતા. એક વિદેશી પાદરીએ આ સ્થળ જોયું અને પુરાતત્વખાતાના કાને હકીકત પહોંચાડી, ત્યારે આ મૂર્તિને સાફસૂફ કરાવી ગ્ય સ્થાને બેસાડી અને એક ચતરે બનાવી તારની વાડ બાંધી દઈ આ સ્થળને “રક્ષિત સમારક” તરીકે જાહેર કરવામાં આવ્યું.
ચાંદા શહેરના વતનીઓને આની ખબર પડી ત્યારે ચાંદા, વર્ધા, હિંગનઘાટ, વોરા વગેરે સ્થળના જેનેએ મળીને સરકાર પાસેથી આ સ્થળને કબજો મેળવ્યું. સને ૧૯૧૨માં આ પ્રતિમા અને ૧ એકર જમીન સરકારે શ્વેતાંબર સંઘને અર્પણ કરી, જમીનને પટ્ટો કરી આપે. એ પછી અહીં સુંદર ધર્મશાળા અને જિનમંદિર બાંધવામાં આવ્યું. વિ. સં. ૧૯૭૯ના ફાગણ સુદિ ૩ ના દિવસે જીર્ણોદ્ધાર કરવામાં આવેલા આ તીર્થના નૂતન મંદિરમાં એ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી.
સર ફેંકસ્લાયર નામના કમીશ્નર જ્યારે મધ્યપ્રાંતના ગવર્નર હતા ત્યારે આ મૂર્તિનાં દર્શન કરી એટલા પ્રભાવિત થયા કે તેમણે સરકાર તરફથી મંદિરને એક હજાર રૂપિયા અને ૧૪૨ એકર જમીન આ મંદિરને ભેટ તરીકે અર્પણ કરી છે. આજે આ સ્થળ જંગલમાં મંગલ જેવું બની ગયું છે.
સ્ટેશનથી ગામ લગભગ ૧ માઈલ દૂર છે. ગામના છેડા ઉપર આ શિખરબંધી મંદિર આવેલું છે. મંદિરના કંપાઉંડમાં પ્રવેશ કરતાં વિશાળ દરવાજાની બંને પડખે લાંબી ધર્મશાળા છે. સામે સુંદર મંદિર છે. જમણા હાથે ગુરુમંદિર અને ડાબા હાથે નાગપુરનિવાસી શેઠ હીરાલાલજી કેશરમલજી ઝવેરીએ નવું બંધાવેલું શ્રી આદીશ્વર ભગવાનનું નાનું જિનાલય છે.
મુખ્ય શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં ત્રણ ગભારા છે. વચલા ગભારામાં ઉપર્યુક્ત હકીકતવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. આ પ્રતિમા અત્યંત પ્રાચીન છે. તેના ઉપર લેપ કરાવેલ છે. પ્રતિમાની પહોળાઈ ૪૭ ઇંચ છે અને ફણા સહિત ૬૧ ઈચ ઊંચી છે, સસ ફણુના વિશાળ છત્ર યુક્ત આ મૂર્તિ અર્ધ પદ્માસનસ્થ છે. મૂળનાયક ભગવાનની આ પ્રતિમા, અંતરિક્ષ તીર્થના મૂળનાયક, કુપાક તીર્થના મૂળનાયક, અને તેમાંની બીજી ૧૧ પ્રતિમાઓ તેમજ ગુડીવાડાના મંદિરના મૂળનાયકની પ્રતિમાઓની સમકાલીન લાગે છે.
મુખ્ય વેદીની આસપાસ વિશાળ વેદીઓ ઉપરની મૂર્તિઓ બહાર ગામથી લાવીને પધરાવવામાં આવી છે. આ બધી મૂર્તિઓના શિલાલેખ ઉપરથી એ ચાર-પાંચસે વર્ષની પ્રાચીન જણાય છે.
મંદિરનું ખોદકામ કરતાં એક ચૌમુખી જિનપ્રતિમા મળી આવેલી તે પણ ઉપર્યુક્ત શ્રી પાર્શ્વનાથની પ્રતિમા જેટલી જ પ્રાચીન જણાય છે. આ ચોમુખી પ્રતિમાને મંદિરના ઉપરના શિખરમાં કરાવેલા ગભારામાં પ્રતિષ્ઠિત કરી છે. તેના ઉપર કેસરિયા રંગને લેપ કરવામાં આવ્યું છે.
પાછળથી ખોદકામ કરતાં શ્રીષભદેવ ભગવાનની ૧૯ ઈંચ ઊંચી બે પ્રતિમાઓ મળી આવી હતી; એ બંને મૂર્તિએને નીચેની ઓરડીમાં પધરાવેલી છે. એક પ્રતિમાની ગરદન ઉપર વાળની લટો જોવાય છે, જેથી એ ત્રષભદેવની પ્રાચીન પ્રતિમા હોવાનું નક્કી થાય છે.
. અહી ખેદકામ કરતાં એક બાવન જિનાલયને પત્તો લાગે છે, તેમાંથી ઘણી મૂર્તિઓ અને શિલાલેખો મળી આવ્યા છે પરંતુ ખોદકામ કરતી વખતે જ એ પ્રાચીન શિલાલેખેને સંતાડી દેવામાં આવ્યા અને થોડીક ખંડિત મતિએ મળેલી તે એક ઓરડીમાં મૂકી રાખવામાં આવી છે.
અહીં ઔષધાલય, ગોશાળા, વાચનાલય, ઉપાશ્રય વગેરે બનેલાં છે પણ શ્વેતાંબર જૈનોની વસ્તી નથી.
૧. વિશે પરિચય માટે જુઓઃ જૈન તીર્થ ભદ્રાવતી’ પુસ્તિકા અને મુનિરાજ શ્રી જંબુવિજ્યજીને લેખ- “ શ્રીભદ્રાવતી પાર્શ્વનાથ તીર્થ” “શ્રી આત્માનંદ પ્રકાશ’ પુસ્તકઃ ૪૮, અંક: ૪.