________________
મધ્યપ્રદેશની મંદિરાવલી
. મધ્યપ્રદેશમાં જેના પ્રચાર ક્યારથી શરૂ થયે એ વિશે નિર્ણયાત્મક કહેવું મુશ્કેલ છે પરંતુ જબલપુરની પાસે આવેલા રૂપનાથમાં સમ્રાટ અશોક શિલાલેખ મળે છે; એ ઉપરથી એમ જણાય છે કે, મૌર્ય સામ્રાજ્યને આ પ્રદેશ સાથે સંબંધ હતા. અશોકના પોત્ર મોર્ય સંપ્રતિએ આ પ્રદેશમાં પોતાના ધર્મવિજયને વિજ ફરકાવ્યો હોય એમ માનવાને કારણ મળે છે. સરગુજા રાજ્યમાં સરગુજથી ૧૨ માઈલના અંતરે આવેલા રામગિરિ • પર્વતમાં જેગીમારા નામક ગુફાઓમાં જે કેટલાંક ભિત્તિચિત્ર મળી આવ્યાં છે; તે ચિત્રોમાં પદ્માસનસ્થ વ્યક્તિનું ચિત્ર અને ગુફામાંને શિલાલેખ પ્રાકૃત ભાષામાં હોવાથી તે જૈન ધર્મ સાથે સંબંધ ધરાવે છે એ નિર્વિવાદ છે. એ વિશે શ્રીરામકૃષ્ણદાસ કહે છે: “આ ગુફામાં એ જ સમયમાં એટલે ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દીનાં અથવા તેથી કંઈક પાછલા કાળનાં ચિત્રો અંકિત છે. જે ઐતિહાસિક કાળની ભારતીય ચિત્રકળાના પ્રાચીનતમ ઉપલબ્ધ નમૂનાઓ છે પરંતુ એ ચિત્રોની સુંદર -રૂખાઓ તેના ઉપર ફરીથી ખેંચેલાં બેડેલ ચિત્રોમાં છુપાઈ ગઈ છે. છોચેલા અંશે ઉપરથી અનુમાન થાય છે કે ત્યાંના કેટલાક ચિત્રોનો વિષય જેન હતે. ડે. ગ્લાને ત્યાંના અભિલેખેની લિપિ ઈ. સ. પૂર્વ ત્રીજી શતાબ્દીની હોવાનું જણાવ્યું છે. એટલે એ લેખમાં સંપ્રતિ સંબંધે હકીક્ત ન હોય તે પણ એ લેખ અને ચિત્રો સંપ્રતિકાલીન હોવાનું તે નકી થાય જ છે.
એ પછી આ પ્રદેશની નજીક આવેલા કલિંગ દેશના ચક્રવતી ખારવેલે ઈ. સ. પૂર્વે ૧૫૦ લગભગમાં આ પ્રદેશમાં જૈનત્વના પ્રસાર માટે પ્રયત્ન કર્યો હશે એવું અનુમાન છે.
ઈ. સ. ના પહેલા-બીજા સૈકામાં છે જેનાચાર્યોએ અહીં પિતાનું મથક સ્થાપેલું હોવાનું જણાય છે. જેના આગમ સાહિત્ય - કપસત્રમાં જેન શ્રમણાની બ્રહ્મઢીપિક શાખાને જે ઉલ્લેખ છે તે આ પ્રદેશના બ્રહ્મદીપ નામના દ્વીપ ઉપરથી જ અસ્તિત્વમાં આવી હતી. આ બ્રહમદીપ એલચપુરની નજીક આવેલી કંચ્છા અને વેણા નદીની વચ્ચે આવેલ હતો.
એ બ્રાદ્વીપમાં અનેક તપસ્વીઓ રહેતા હતા. શ્રીવાસ્વામીના મામા આર્ય સમિતસૂરિ(ઈ. સ. પહેલો સિકે)એ બ્રઢીકના ૫૦૦ તાપને જૈનધર્મમાં દીક્ષિત કર્યા હતા. એ તાપસેથી જૈન શ્રમણાની બ્રહ્મક્રીપિક શાખાને આરંભ થયે હતે.
- વસંતપરના નિલય શ્રેણીના પુત્ર ક્ષેમંકરે આર્ય સમિતસૂરિ પાસે દીક્ષા લીધી હતી. વળી, હરંત સંનિવેશમાં રહેતા જિનદત્ત નામના શ્રાવક સાધુઓ પ્રત્યે અત્યંત ભક્તિ હોવાથી તેમના નિમિત્તે આહાર તૈયાર કરાવતું હતું. આર્ય સમિતસર ત્યારે એ પ્રદેશમાં આવ્યા ત્યારે જિનદત્ત શ્રેણીની એ હકીકત જાણીને તેમણે પિતાના સાધુઓને તેને ત્યાંથી આહાર વહેરવાને નિષેધ કર્યો હતો.'
અનાહીપિક શાખાના પ્રસિદ્ધ આર્ય સિંડ બ્રાદ્વીપિક નામે જ ઓળખાતા હતા. આય સિંહને મધુમિત્ર અને દિય નામે બે શિખ્યા હતા. તેમાં મધુમિત્રના ગંધહસ્તિ નામે વિદ્વાન શિષ્ય બ્રાહીપિક શાખાના મુકુટમણિ ગણાતા ૧. શ્રીરામકૃષ્ણદાસઃ “ભારતીય ચિત્રકળા' પૃ. ૧૨ ૨. “ આચારાંગ ચૂર્ણિ' પૃ. ૫૪૩ ૩. “પિંડનિર્યુકિત-ટીકા’ પૃ૧૦૦ ૪. એજન : પૃ૦ ૩૧ ; ; ; . . . . . . . . . -- ' . ' . . . .' : ' ' ' , ' ' . ' . .