________________
વિજાપુર .
૩૮૭
૧. જુના બજારમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. આ મંદિર કછી એશવાલ શ્રીસંઘે
બંધાવેલું છે. આમાં ચાંદીની ૪ પ્રતિમાઓ પણ છે. ૨. કાપડ મારકીટની બાજુમાં મૂળનાયક શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું ઘર દેરાસર છે. આમાં ૨ ધાતુની અને ૧ ચાંદીની
પ્રતિમા છે. મૂળનાયકની મૂર્તિ ઉપર સં. ૧૫ર૩ ની સાલને લેખ છે. ' ૩. દેવસી ખેતસીના બંગલામાં મૂળનાયક શ્રી શીતલનાથ ભગવાનનું નાજુક ઘર દેરાસર છે. આમાં ચાંદીની ૨
પ્રતિમાઓ છે. સં. ૧૯૯૭ ની સાલમાં શેઠ દેવસી ખેતસીએ આ મંદિર બંધાવવાની શરૂઆત કરી હતી. શેઠ લાલજી લધાના બંગલામાં મૂળનાયક શ્રીપપ્રભસ્વામીનું ઘર દેરાસર છે. સં. ૧૯૮૦ માં આ મંદિર બાંધવામાં આવ્યું છે. આમાં ચાંદીની ફક્ત ૧ પ્રતિમા છે.'
૨૨૭. વિજાપુર
(હા નંબર : ૪૦૭૬ ) વિજાપુર સ્ટેશનથી વિજાપુર શહેર ૨ માઈલ દૂર છે. અહીં ૪૦૦ જેન શ્રાવકોને વસ્તી છે અને ૧ ધર્મશાળા છે.
નવા બજારમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. આ મંદિર સં. ૧૯૬૦ માં બંધાવેલું છે. બીજે માળે મૂર્તિઓ છે. મૂળનાયકની સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એક ભેંયરામાંથી નીકળી આવેલી છે. આ પ્રતિમા દર્શનીય છે. બદામીની જૈન ગુફા:
દક્ષિણ વિજાપુર જિલ્લામાં આવેલું બદામી સ્ટેશનનું ગામ છે. એનું પુરાતન નામ વાતાપી હતું. ઈ. સ. ની બીજી શતાબ્દીમાં આ સ્થાન ઘણું પ્રસિદ્ધ હતું. ગ્રીક લેખક ટેલેમીએ બદામીની નોંધ કરેલી છે. સાતમી શતાબ્દીના ચીની યાત્રી
એનત્સાંગના સમયમાં અહીં ચૌલુક્ય રાજાઓને અમલ હતે. અહીં પલવવંશના રાજકાળને એક પ્રાચીન કિલ્લે છે. કહી શતાબ્દીમાં ચૌલુકયવંશી રાજા પુલકેશી પહેલાએ પલ્લ પાસેથી બદામી લઈ લીધું, તે પછી પૂવીય અને પશ્ચિમીય ચીલોએ ઈ. સ. ૭૬૦ સુધી, રાષ્ટ્રોએ ઈ. સ. ૭૬૦ થી ૯૭૩ સુધી અને કલચેરીઓએ અને હેયસાલ વલના રાજકતઓએ ઈ. સ. ૧૧૯૦ સુધી શાસન કર્યું. દેવગિરિના ચાદાએ ઈ. સ. ૧૧૯૦ થી તેરમી શતાબ્દી
સુધી અમલ કર્યો.
અદાસીમાં ૩ બ્રાહ્મeી ગુફાઓ છે. તેનાથી કંઈક દૂર એક નાની જૈન ગુફા છે. આ ગુફા સને ૨૫૦ લગભગમાં બની હિોય એવું અનુમાન છે.
ગુફાની પડસાલ ૩૧૪૧૯ ફીટ લાંબી-પહોળી છે અને ૧૬ ફીટ ઊંચી છે. આગળના ભાગમાં ચાર સ્તંભે ચારસ વાના છે. તેના પાછલા ભાગમાં બે છૂટા અને બે જડેલા ખંભે છે. તેની પાછળ એક ખંડ ૨પા શટ પહોળો અને ૮ કીટ ઊંચાઈમાં છે. એ ખંડથી ચાર પગથિયાં વટાવીને મંદિરની રચના કરેલી જોવાય છે. મંદિરમાં પાછલી દીવાલે
ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ બિરાજમાન છે. એ મૂતિની બંને બાજુએ ચમરધારીએ, સિંહ અને મકરનાં મસ્તક : * આખ્યાં છે. પડસાલના બંને છેડે ચાર વાગે સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાન અને ગૌતમસ્વામીની મૂર્તિઓ વિદ્યમાન છે. શ્રીપાર્શ્વનાથની મૂર્તિ કા ફીટ ઊંચી છે. તેમની આસપાસ સેવકે બતાવેલા છે. દીવાલ ઉપર તીર્થકરેની ઘણી મતિઓ
લેખી છે. તંભોમાં અને દીવાલો ઉપર સિંહની આકૃતિઓ કતરેલી છે. ગુફાની બહાર પૂર્વ તરફ શ્રીમહાવીરસ્વામીની પદ્માસનસ્થ એક મૂર્તિ છે. આ ગુફાની પાસે એક મોટું સરોવર છે.
હેલની જૈન ગુફા
બદામી સ્ટેશનથી ૧૪ માઈલ અને કટગેરીથી ૧૦-૧૨ માઈલ દૂર એહેલ નામે પ્રાચીન ગામ છે. આનું પ્રાચીન