________________
દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રની મંદિવલી
૩૭૫ હતા. છેલ્લા રાજવીઓના મહામાત્ય ચામુંડરાયે જૈન ધર્મના પ્રસારમાં સર્વાધિક ફાળો આપે હતું. તેણે શ્રવણબેલગોલામાં ઈ. સ. ના ૯૮૦માં શ્રીઅરિષ્ટનેમિનું મંદિર અને પહાડમાં કેરીને ગોમટેશ્વરની વિશાળકાય (૬૦ ફીટ ઊંચી) પ્રતિમા બનાવી. આ મૂર્તિ આજે પણ અત્યંત સુંદર છે. એને દૂરથી કે પાસે રહીને જુઓ તેપણ એનાં અંગપ્રત્યંગ એવાં જણાય કે ક્યાંય કશી ખામી નજરે ન પડે. કળાની દૃષ્ટિએ આ જૈન પ્રતિમાનો નમૂને અદ્દભુત ગણાય છે. ચામુંડરાય વિદ્વાન પણ હતા. તેણે “ચામુંધુરાણ” નામક ગ્રંથમાં તીર્થકરનું ચરિત આલેખ્યું છે.
શિવામર (બીજા)ના સમયમાં ગંગવંશનું પતન શરૂ થયું અને ચલ રાજા રાજદ્દે ઈ. સ. ૧૦૦૪ માં ગંગવંશની રાજધાની તલકાદને જીતી લીધા પછી એ વશ અને જેનધર્મને ભારે હાનિ પહોંચી. એ પછી ગંગવંશીઓ બીજે સ્થળે બારમા સૈકા સુધી વિદ્યમાન હતા.
કદંબવંશના રાજાઓ માટે ભાગે જેનધમી હતા. તે વંશના ઉત્તરોત્તર રાજાઓએ જેન ગુરુઓ અને મંદિરને અનેક દાનપત્રો આપ્યાં તે પરથી પણ તેમના કુળધર્મની સાબિતી મળે છે. એ વંશના પહેલા રાજા કાકુસ્થવર્માએ તેના સેનાપતિ શ્રુતકીર્તિદ્વારા જેનેને કઈ જમીનનું દાનપત્ર આપ્યું હતું. તેને પૌત્ર મૃગેશવર્મા, જે પાંચમી સદીમાં
યંતીમાં રાજ્ય કરતે હતો, તેણે એક (કાલબંગ) ગામને ત્રણ ભાગમાં વહેંચી આપ્યાનું દાનપત્ર આપેલું છે. તેમાં જણાવ્યા પ્રમાણે એક ભાગ આહંત મંદિરે માટે, બીજો ભાગ અહેપ્રરૂપિત સધર્મના ઉપાસક પ્રસિદ્ધ તપસ્વીઓ માટે જેમનો સંઘ તપટ મહાશમણુસંધ નામે સંબોધાતો હતો તેને, અને ત્રીજો ભાગ નિગ્રંથ મહાશ્રમણ સંઘ માટે આપે હતે.' આ દાનપત્ર ઉપરથી આ પ્રદેશમાં પાંચમી સદીમાં પણ જૈન શ્વેતાંબર સાધુઓ પર્યાપ્ત સંખ્યામાં હોવાનું જણાય છે.
મૃગેશવર્યા પછી રવિવર્માએ આસદી નામક ગામ સિદ્ધાચતનની પૂજાને માટે અને સંઘની પરિવૃદ્ધિ માટે ભેટ કર્યાનું દાનપત્ર આપ્યું છે. તેને પુત્ર હરિવર્માએ વરિણાચાર્યને વસંતવાટક નામે ગામ આખ્યાનું એક તામ્રપત્ર પરથી જણાય છે. આ વંશને દેવવર્માએ યાપનીય સંપ્રદાયને સિદ્ધકેદાર ગામના ચૈત્ય માટે ભૂમિ અર્પણ કર્યાનું પ્રમાણ એક તામ્રપત્ર આપે છે.
રાટકટવંશના રાજાઓની રાજધાની નાશિક પાસે આવેલા મેરખંડમાં હતી તે પછી નવમા સૈકામાં પિતાની રાજધાની હૈદ્રાબાદ રાજ્યમાં આવેલા માલ ખેડમાં બદલી. રાષ્ટ્રકૂટ રાજાઓમાં અમેઘવર્ષ પહેલે (ઈ. સ. ૮૧૫-૮૭૭) રેસાચાય જિનસેન અને તેમના શિષ્ય ગુણચંદ્રના ઉપાસક હતું. અમેઘવર્ષ જૈનધર્મને ભારે પુરસ્કર્તા નિવડયો. તેના પુત્ર કણ બીજાએ ઈલોરામાં કૈલાસ ગુફા કોતરાવી એ ઉપરથી તે રાજા શૈવ હોવાનું જણાય છે. એ એક વિચિત્ર વાત છે કે, કાગ બીજાના માંડલિક પૃથ્વીવર્માએ સોદત્તિમાં પોતાના રાજ્યાભિષેક વખતે (શક સં. ૭૯૭) જૈન મંદિરને દાન કર્યું હતું. માલગંડ (ધારવાડ જિલ્લા)ના જૈન મંદિરના એક લેખમાં વણિક વૈશ્ય શક સં ૮૨૪ માં આવું જ દાન કર્યું હતું. તેમજ કૃષ્ણ બીજાને ભાઈ ખિડ્રિગ નિત્યવર્ષ જેનધમ હતે. ઈન્દ્ર એથે ચુસ્ત જેન હતું, જે શ્રવણબેલગોલામાં સંલેખનાપૂર્વક મૃત્યુ પામ્યા.
રાછા રાજાઓની સંખ્યા વધારે હતી. પશ્ચિમના ચોલય રાજા તૈલપદે ઈ. સ. ૯૭૩ માં રાષ્ટ્રકટ કક્કાલને હરાવીને રાષ્ટકટ રાજ્ય પર પોતાનું પ્રભુત્વ જમાવી દીધું ત્યારે. જૈનધર્મ ઉપર પ્રહારો શરૂ થયા.
વાતાપીમાં રાજ્ય કરતા ચોલકયવંશી પુલકેશી રાજાઓ જેનધમી હતા અથવા જૈનધર્મ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. ડો. ભાંડારકરે એ વાતને સમર્થન કરતાં જણાવ્યું છે કે- “જેનધર્મ બદામીના જૂના ચોલોના સમયમાં અગ્રપદે આવ્યું, તે વખતે તેમને આશ્રય મળે, એ જૈનમંદિરને આપેલાં દાનપત્રો ઉપરથી જણાય છે.” શ્રી દો પણ એ મતને ટેકે આપે છે. જયસિંહ પહેલાના વખતમાં વસુચંદ્ર નામના પ્રસિદ્ધ આચાઈ “ખાલસરસ્વતીનું રિટ ળય, શ્રીવાદિરાજ આચાર્યને જયસિંહે આદરમાન આપ્યું. એ વાદિરાજે તેમની રાજસભામાં “પાશ્વચરિત' રચ્યું. આ ઉપરથી સિંહ પહેલે જૈનાચાર્યોના ગાઢ સંબંધમાં આવ્યાનું જણાય છે. જયસિંહના ઉત્તરાધિકારી
4. Indian Antiquary. Part 7, Page 36-38. : .. પ. “જેન સિદ્ધાંત ભાસ્કર” વર્ષ: ૧૫, કિરણ ૧, પૃ. ૧-૫. . . . . .