________________
કરાંચી,
૩૭૧ ચંડ પ્રતિ એ પ્રતિમાને લઈને જે નાઠે તે જ ઉદાયન તેની પાછળ પડ્યો. તેને દશપુર (અંદર) આગળ હરાવી પકડ્યો અને એ મૂર્તિને પાછી મેળવી. ઉદાયન એ મૂર્તિને ઉપાડવા લાગ્યા પણ મૂર્તિ ચાલી નહિ. અધિષ્ઠાયક દેવે તેને જણાવ્યું કે–“ તારું વીતભયપુરપત્તન ધૂળની વૃષ્ટિથી દટાઈ જશે માટે આ પ્રતિમા ત્યાં લઈ જઈશ નહિ.” આથી એ મૂર્તિ દશપુરમાં અને પાછળથી ભાયલસ્વામીગઢ (ભેલસા)માં પધરાવવામાં આવી. રાજા ઉદાયન પિતાના રાજ્યમાં પાછો ફર્યો અને છેવટે તેણે પિતાના ભાણેજ કેશીકુમારને રાજ્ય સેપી ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી.
કેઈ સમયે ઉદાયન રાજર્ષિ વિહાર કરતા વીતભયપુરપત્તનમાં પધાર્યા ત્યારે કેશીકુમારને તેના મંત્રીઓએ ભરમા કે ઉદાયન તમારી પાસેથી રાજ્ય પાછું લેવા આવ્યા છે. આથી કેશીકુમારે ભિક્ષા સમયે તેમના આહારમાં વિષ અપાવી દીધું અને રાજર્ષિ ઉદાયન અકાળે કાળધર્મ પામ્યા. રાજાના આ અપકૃત્યથી કે પાયમાન થયેલા દેએ ધૂળની ઘેર વૃષ્ટિ કરી, તેમાં આખુંયે નગર દટાઈ ગયું.
આખ્યાયિકાને દલુરાય અને અનુશ્રુતિને કેશીકુમાર એક હોય કે ન હોય પણ વીતભયપુરપત્તન ઉપર જે વિનાશનું વાદળ વરસી ગયું એ ઘટનાને બંનેમાં મેળ ખાય છે.
ઉદાયન રાજાને જ્યારે વિષ દેવામાં આવ્યું ત્યારે તેઓ એક કુંભારના ઘરમાં રહેતા હતા, અને ધૂળની વૃષ્ટિથી જ્યારે નગર દટાઈ ગયું ત્યારે એ કુંભારનું ઘર માત્ર બચી રહ્યું હતું, એ ઘરને “કુંભકારપ્રક્ષેપ” કહેવામાં આવ્યું છે. આવશ્યક ચૂણિ” (પૃ. ૩૪, ૫૫૩) મુજબ એ સ્થાન સિણવલ્લીમાં આવેલું હતું. ડે. જગદીશચંદ્ર જેન એ વિશે જણાવે છે કે પંજાબના મુજફરગઢ જિલ્લામાં સનાવન અથવા સિમાવત નામનું સ્થાન છે, ત્યાંની ભૂમિ ઉષર છે. સંભવતઃ આ સ્થળ સિણુવલ્લી હોવું જોઈએ અથવા તે સિંધ કે પંજાબમાં કઈ રેતીમય પ્રાચીન સ્થાન સિણવલ્લી હોવું જોઈએ. વસ્તુતઃ સિણવલ્લી અથવા વીતભયપુરપત્તનને મેહે ––દારની ભૂમિ સમીપે શોધવું જોઈએ. સંભવતઃ મેહન–જો–દારની ભૂમિ જ વીતભયપુરપત્તન હોય એમ જણાય છે.
મેહન-જો-દારામાં ત્રણ ચાર સ્થળે ખોદકામ થયું છે. તેમાંથી એક નીચે એક એમ છ-સાત નગરે નીકળી આવ્યાં છે. તેમાંથી ઘણું ઘણી વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ છે. એક ટેકરી ઉપર એક સૂપ પણ મળી આવ્યો છે, જે ૨૦૦૦ વર્ષ -જનો માનવામાં આવે છે. આ સ્તૂપની નીચે કોઈ મંદિર દટાયેલું હોવાનું મનાય છે. આ સ્તૂપને ઑપટેકરી (Stupa mound)
કહે છે. જ્યારે બીજા ખોદકામવાળા પ્રદેશોના DK. પ્રદેશ, VS. પ્રદેશ, HR. પ્રદેશ એવાં નામ રાખવામાં આવ્યાં છે. • તુટેકરી અને DK. પ્રદેશ જોવાલાયક છે.
- મહેન-જો-દામાં થયેલી શોધની વિગતે ન માર્શલે મોટા ગ્રંથમાં પ્રગટ કરી છે. એ ગ્રંથોના આધારે કેટલાય ગ્રંથ પ્રકાશમાં આવ્યા છે. જોન માર્શલના ગ્રંથમાં ધાતુના પતરા ઉપર કતરેલી એક આકૃતિનું વર્ણન અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયું છે તેની હકીક્ત અહીં ગુજરાતીમાં આપવામાં આવે છેઃ
અહીં એક મનુષ્યનું એવું ચિત્ર મળી આવ્યું છે કે તેની પાછળ સર્ષ રહેલે છે અને તેણે તે મનુષ્યના મસ્તક ઉપર પિતાની ફણાઓને પસારી છે. આ દેવી આકૃતિની પાછળ એક વૃક્ષ છે કે જે વડનું ઝાડ જણાય છે. એમ જણાય છે કે, આ મનુષ્યની (દેવની ) આકૃતિ એ બુદ્ધની મૂર્તિને નમૂને હોવો જોઈએ.”
જૈનધર્મના સ્વરૂપથી તદ્દન અજ્ઞાત હોવાના કારણે જેને માર્શલે આ આકૃતિને બુદ્ધની જણાવી છે. વસ્તુત: આ આકૃતિ ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથની જ છે એમાં શંકા નથી, કેમકે આવી આકૃતિ સાથે બુદ્ધજીવનની કઈ ઘટનાનો સંબંધ હજી જાણવામાં આવ્યું નથી. આ સિવાય કેટલાક સિક્કાઓ ઉપર “જિનેન્દ્રમૂર્તિ' વગેરે નામો હોવાનું જણાય છે. બીજી કેટલીક સામગ્રીમાં પણ જેન ચિલ્ડ્રન હોવાનું કહેવાય છે.
હિંદીભાષામાં પ્રગટ થતી “વિશ્વ ભારતી” (પૃ. ૪૬૪)માં આ હકીકતનું સમર્થન કરતાં જે સૂચન કર્યું છે. તેનું શબ્દશ: ભાષાંતર આ છે: “મેહન-જો-દાથી મળેલી સામગ્રીમાં કાત્સર્ગસ્થ આસનવાળી મતિ મળી છે. જેની મદ -સરખામણી ભગવાન “જિન” સાથે કરી શકાય.”
૧. “પ્રેમી અભિનંદન: ગ્રંથમાં “જૈન ગ્રંથોમેં ભૌગોલિક સામગ્રી ઔર ભારતવર્ષમેં. જૈનધર્મકા પ્રચાર.” પૃ. ૨૨' ,