________________
લાહોર
૩૬૨ કહે છે કે, મહાભારતમાં દુર્યોધન તરફથી વિરાટનગર ઉપર ચડાઈ કરનાર સુશર્મચંદ્ર રાજા લડાઈમાં હારી જવાથી ત્રિગર્ત તરફ નાસી ગયે અને તેણે જ આ નગર વસાવ્યું હતું. પિતાના નામ ઉપરથી આ નગરનું નામ પણ સુશર્મપુર રાખવામાં આવ્યું હતું. કાંગડાનું મૂળ નામ સુશર્મ પુર હોવાનો ઉલ્લેખ “વૈદ્યનાથ પ્રશસ્તિ'માં છે અને સં. ૧૪૮૪માં રચાયેલા વિજ્ઞપ્તિ ત્રિવેણ’માંથી પણ એ હકીકતને સમર્થન મળે છે કે, કાંગડાના શ્રી આદિનાથની મૂર્તિ શ્રીનેમિનાથ ભગવાનના સમયમાં રાજા સુશમે સ્થાપના કરી હતી.
કાંગડાનું પ્રાચીન નામ ભીમકેટ પણ મળી આવે છે. નગરને લેકે ભીમનગર કહેતા હતા. ખરું જોતાં કાંગડા તો કિલ્લાનું નામ છે. તેનું બીજું નામ નગરકેટ કિલ્લા અને નગર બંનેના નામથી વહેવારમાં આવેલું છે. કાંગડા શબ્દનો પ્રયોગ મેગલ બાદશાહના સમયથી વ્યવહારમાં આવ્યા છે, જે કેટ અને નગર બંનેનું સૂચન કરે છે. તેનું એક વધારાનું નામ કાનગઢ પણ જાણવામાં આવે છે. વસ્તુત: કહાનગઢ એવું જ નામ હશે કેમકે હોશિયારપુર જિલ્લાના જૈ' નામક કસબામાં જેની ખૂબ વસ્તી છે, તેમાં એવી દંતકથા છે કે, છ વર્ષ પૂર્વે થઈ ગયેલા રાજા કહાનચંદ્ર કિલ્લામાં શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી.
સં. ૧૪૮૪ માં રચાયેલી “વિજ્ઞપ્તિ ત્રિવેણુમાં “અંગદક મહાદુર્ગ” એવું નામ કાંગડા માટે આપેલું છે. કોટ કાંગડા નાની નદીઓ: બાણ ગંગા અને માંજીના મધ્ય ભાગમાં તેના સંગમ પર આવેલી લાંબી અને ટૂંકી એવી પહાડી પર આવેલું છે. બે માઈલના વિસ્તારવાળે તેને કેટ છે. કેટની આસપાસ ઊંડી ખાઈ બનાવેલી છે.
કોટના પૂર્વ ભાગમાં મહેલ, મંદિર વગેરે સ્થાને બનેલાં છે. ઊંચા સ્થાન પર રાજમહેલ છે અને તેથી કંઈક નીચે એક મોટા ચેકમાં અંબિકાદેવી અને લક્ષ્મીનારાયણનું મંદિર છે. લક્ષ્મીનારાયણનું મંદિર સં. ૧૯૬૨ માં ભૂકંપથી ધરાશાયી થયેલું છે. અંબિકાદેવીના મંદિરથી દક્ષિણ દિશામાં ૨ જૈન મંદિરો છે, જેના પ્રવેશદ્વારે પશ્ચિમ તરફ છે. એકમાં પબાસન માત્ર બચી રહ્યું છે જેના ઉપર અસલમાં જૈન મૂર્તિ સ્થાપન કરેલી હશે. બીજામાં શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. તેની પલાંઠીમાં સં. ૧૫૨૩ નો એક લેખ છે
અહીંના કાલીદેવીના મંદિરમાંથી એક બીજો લેખ ડે. કનિંઘહામે જોઈને તેની નકલ લઈ લીધી હતી. તદનુસાર તેમાં “ રિત નિનાય નમઃ” અને સં. ૧૫૬૬ શક સં. ૧૪૩૧ ની સાલ લખેલી હતી.
કાંગડા નગરમાં સૌથી પ્રાચીન એવું ઇંદ્રેશ્વરનું મંદિર રાજ ઇંદ્રચંદ્ર બંધાવેલું છે. આ રાજા સં. ૧૦૮૫–૧૦૮૮ માં વિદ્યમાન હતો. મંદિરમાં માત્ર શિવલિંગ છે પરંતુ બહારના ભાગમાં ઘણી મૂર્તિઓ છે, તેમાં બે જૈન મૂર્તિઓ સૌથી પ્રાચીન છે. એમાંની એક મૂર્તિ વૃષભ લાંછનયુકત શ્રી આદીશ્વર પ્રભુની છે, જેને અહીંના લેકે ભૈરવની પ્રતિમા સમજીને સિંદૂર ચડાવે છે. તેના ઉપર ૮ પંકિતને લેખ આ પ્રકારે છે –
"ओम् संवत् ३० गच्छे राजकुले हरिरभूदभयचंद्रमाः[1] तच्छिष्योमलचंद्राख्य[स्तत्पदांभोजषट्पदः [1] सिद्धराजस्ततः ढङ्गः ढङ्गादગિનિ [૪] . રતિ હિંદી તસ્ય ––ાથિની મનિટ સુતી [તથી જૈિન]ધર્મ (૬) યળી ચેઝઃ usો []di] નિષ્ઠ: ૩મારામિઃ | પ્રતિય [4]Iનના............નુશયા wifeતા............ ”
આ લેખમાં રાજકુલને ઉલ્લેખ કરે છે અને શ્રીઅભયચંદ્રસૂરિનું નામ આપેલું છે. આ અભયચંદ્રસૂરિ તે જ હોવાને વધુ સંભવ છે કે જેઓ પ્રસિદ્ધ તર્ક પંચાનન “સન્મતિપ્રકરણના ટીકાકાર હતા. કેમકે તેઓ પણ રાજગચ્છના હતા. આ લેખમાં સં. ૩૦ આપે છે તે સપ્તર્ષિ અથવા લોકિક સંવત છે. તેમાં શતાબ્દીઓને ઉલ્લેખ કરવામાં આવતો નથી. સંભવતઃ આ નવમી શતાબ્દી હશે.
. બીજી જિનપ્રતિમા પદ્માસનસ્થ છે. તેની ગાદીમાં બે ભુજાવાળી સ્ત્રી અને તેની તરફ હાથીની મૂર્તિ ઉત્કીર્ણિત છે. આ બંને પ્રતિમાઓ ઓસરીની દીવાલમાં ખૂબ મજબૂત રીતે સજ્જડ કરેલી છે.*
આ બધાં અવશેષોથી એ જાણી શકાતું નથી કે, જેનો અહીં ક્યારે આવ્યા? અનુમાન છે કે વેપાર અને રાજ૪. વિશે માટે જુઓઃ “શ્રીજોન સત્યપ્રકાશ” વર્ષ: ૧૦, અંક: ૯-૧૦. : : : :