________________
જૈન તી સસંગ્રહ
૩૫૦
હશે એમ લાગે છે; કેમકે એ પછી જેનાચાર્ચોએ આ પ્રદેશમાં વિહાર કર્યાનાં પ્રમાણેા મળી આવે છે.
આ કાલકસૂરિ સિંધ અમે પાખ સુધી વિચર્યા હતા. ભાવડારગચ્છના શ્રાવકા આ કાલકસૂરિ અને તેમની પરપરાના આચાર્યોના ઉપાસક હતા. ઉચ્ચાનગર પજાખમાં હતું, જેના નામ ઉપરથી અસ્તિત્વમાં આવેલી ઉચ્ચાનાગરી શાખાના આચાર્યાં આ પ્રદેશમાં વિહરતા હતા. આર્ય શાંતિ શ્રેણિકના શિષ્યા ઉચ્ચાનગરની આસપાસ વિહરતા હોવાની નોંધ મળે છે. વાચકપુંગવ શ્રીઉમાસ્વાતિ મહારાજ ઉચ્ચાનાગરી શાખાના શ્રુતધર હતા. તેમણે તક્ષશિલાના વિશ્વવિદ્યાલયની અધ્યયન પરિપાટીને ધ્યાનમાં રાખીને જ ‘ તત્ત્વાર્થ સૂત્ર ’ની રચના કરી હેાય એવી સંભાવના છે.
વિ. સ. ૧૦૮માં શત્રુંજય તીર્થ ના જીર્ણોદ્ધાર કરાવનાર મધુમતી ( મહુવા )ના શ્રેષ્ઠી જાવડિશાહે ભગવાન ઋષભદેવની મૂર્તિ તક્ષશિલામાંથી મેળવીને શત્રુ ંજય તીર્થમાં મૂળનાયક તરીકે સ્થાપન કરી હતી. ‘પ્રભાવચરિત 'ના ઉલ્લેખ પ્રમાણે ખીજા-ત્રીજા સૈકામાં તક્ષશિલામાં ૫૦૦ જિનચૈત્ય વિદ્યમાન હતાં અને જૈનસંઘ સેટી સંખ્યામાં વિદ્યમાન હતા. એવા સમૃદ્ધ નગરમાં ફેલાયેલા મહામારીના રોગને શ્રીમાનદેવસૂરિ (વિ.સં. ૨૬૧: સ્વર્ગવાસ )એ નાડાલ ( મારવાડ )થી · લઘુશાંતિ ’ના પાઠ મોકલી ત્યાંના ઉપદ્રવ શાંત કર્યાં હતા. આ ઉપદ્રવની શાંતિ થયા પછી ત્રીજા વર્ષે તુરુષ્કાએ તક્ષશિલાના ભંગ કર્યો.
આ તુરુષ્કા વિશે ઇતિહાસથી એમ જાણવા મળે છે કે, સેસેનિયન રાજા અંશીરે હિંદુ ઉપર ચડાઈ કરીને સિંધ સુધીના પ્રદેશ કબજે કર્યાં હતા. સંભવ છે કે, એ જ રાજાએ તક્ષશિલાને પણ નાશ કર્યાં હોય અને અહીં વસતા જેના આ વસ પહેલાં થયેલી કોઈ ધમાલના કારણે અહીંથી પૂર્વ પંજાખમાં જઇને વસ્યા હોવા જોઇએ. ૫. કલ્યાણુવિજયજી ઐતિહાસિક પરિસ્થિતિ ઉપરથી એવું અનુમાન તારવે છે કે–‘ ઓશવાલ જાતિ તક્ષશિલા વગેરે પશ્ચિમના નગરાથી નીકળેલ જૈન સંઘમાંથી ઊતરી આવી છે. એ જાતિની કેટલીક ખાસિયતા અને શાકદ્વીપી બ્રાહ્મણ્ણા (સેવકે )ના સાંધ જોતાં પણુ એશવાલેના પૂર્વ પુરુષા હિંદુસ્તાનની પશ્ચિમ દિશામાંથી આવ્યા હશે એમ ખુશીથી કહી શકાય.’૩
આ ઉપરથી એમ કહી શકાય કે તક્ષશિલાના નાશ પછી અહીંથી જેનેાની લાગવગ ઓછી થતાં જૈનનાં ચો અને તીર્થો ઉપર ખૌદ્ધ લેાકેાએ પેાતાની સત્તા જમાવી દીધી. છઠ્ઠા સૈકામાં અહીં આવેલા ચીની યાત્રી હુએનત્સંગે એવી નોંધ લીધી છે કે, આ ધર્માંચક તીર્થં ખોદ્રોના તાખામાં હતું, જેને લેકે ‘ચંદ્રપ્રભ એધિસત્ત્વનું તીર્થ' કહેતા હતા. વસ્તુતઃ જૈનાના ચંદ્રપ્રભ જિનેશ્વરનું ધર્મ ચક્રતીર્થ જ પાછળથી એધિસત્ત્વને નામે બૌદ્ધ તીર્થ બની ગયું.
આ હુકીકત દંતકથા માત્ર નથી પણ તેનાં પુરાતાત્ત્વિક પ્રમાણા પણુ હાલમાં જ મળી આવ્યાં છે. તક્ષશિલાના સિરકપ નગરના ખાદ્યકામમાં (G) ‘જી’ (F) એક' બ્લેકેામાંથી જૂની પદ્ધતિનાં જૈન ચા અને જિનમૂર્તિ એ મળી આવી છે. એ ઉપરથી અસલના જેનેાના તી તરીકેની સાબિતી હવે વિદ્વાનાને માન્ય થતી જાય છે.
શ્રીઅભયદેવસૂરિના કથન મુજખ સૌવીર દેશ સિંધુ નદીની પાસે હતા, તેથી તે સિંધુ-સૌવીર કહેવાતા હતા. આ પ્રદેશની રાજધાનીનું નગર વીતભયપુરપત્તન હતું. ભગવાન મહાવીરના સમકાલીન રાજા ઉદ્યાયનના રાજકાળ પછી, આ નગર કુદરતી આપત્તિને ભાગ મન્યું હતું. એનું બીજું નામ કુંભારપ્રક્ષેપ હતું. કુંભારપ્રક્ષેપ સિણવલ્લીની તત હતું. ૪ કેટલાક વિદ્વાનેાએ દોરેલાં અનુમાનેા ઉપરથી મેહેન્–જો–દારાને પ્રદેશ વીતભયપુરપત્તન હોય એમ જણાય છે. માહેન–જો–દારાના ખાદકામમાંથી એક પતરા ઉપર ઉત્કીર્ણ સાયુક્ત શ્રીપાર્શ્વનાથ ભગવાનની આકૃતિ મળી આવી છે.
આચાર્ય હરિગુપ્તસૂરિએ પન્નઇયા પાર્વતિકા ( સંભવત: હડપ્પા) નગરીમાં હૂણપતિ તેરમાણુને ઉપદેશ આપી જૈનધર્મીના ઉપાસક બનાવ્યા હતા. આ અભયચંદ્રસૂરિ અને તેમના શિષ્ય આ॰ અમલચંદ્રસૂરિના હાથે શ્રાવક સિદ્ધરાજના વંશ જ કુંડલક અને કુમારે કાંગડામાં ભગવાન આદિનાથની પ્રતિષ્ઠા ( નવમી સદીમાં?) કરાવી હતી.
૨. ૮ પ્રભાવરિત ' માં ૮ માનદેવસર પ્રબંધ
૩. ‘પ્રભાવચરિત’ ભાષાંતરમાં પ્રશ્નધપર્યાલેચન' પૃ॰ ૭૩,
૪. શ્રીજગદીશચંદ્ર જૈનઃ ‘ ભારતર્ક પ્રાચીન જૈન તી' પૃ૦ ૪૮.